ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં પિતા બન્યો શેતાન, 3 માસુમ બાળકીઓની કરી હત્યા - ભેસાણ

જૂનાગઢ : દીકરીના જન્મને લઈને પિતાએ કરી 3 દીકરીઓની હત્યા કરી હતી. માનવતાને શર્મસાર કરે તેવો કિસ્સો જૂનાગઢના ભેસાણમાં જોવા મળ્યો હતો.તાલુકાના ખંભાળિયા ગામમાં એક પિતાએ 3 માસુમ પુત્રીઓને પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં કુવામાં ધકેલીને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લેતા જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

junagadh father killed three children
પિતાએ 3 પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ કરી આત્મહત્યા

By

Published : Dec 18, 2019, 11:55 PM IST

ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં જોવા મળ્યો છે. આ કિસ્સો કોઈ પણ વ્યક્તિઓને હચ મચાવી શકવા માટે પૂરતો છે. ભેસાણમાં જીઆરડી જવાનની સાથે ખેત મજૂરી કરતા રસિક સોલંકીએ તેની 3 પુત્રીઓ રિયા અંજલિ અને જલ્પાને કુવામાં ફેંકી દઈને પોતે પણ આત્મહત્યા કરી લેતા સમગ્ર ભેસાણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. હજુ 14 દિવસ પહેલા રસિકના ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, ત્યારે એક સાથે 3 દીકરીઓને પ્રથમ કુવામાં ફેંકી દઈને બાદમાં રસિકે પણ આત્મહત્યા કરી હતી.

પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

3 દીકરીઓને કુવામાં ફેંકીને હત્યા કર્યા બાદ સગા બાપે પણ આત્મહત્યા કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. હત્યા બાદ આત્મહત્યાનું કારણ પણ સૌ કોઈને હચ મચાવી નાખનારું છે. ખંભાળિયા ગામના લોકો પાસેથી મળતી વિગતો પ્રમાણે રસિકને ઘરે એક દીકરો અવતરે તેને લઈને રસિક સતત ચિંતામાં રહેતો હતો. ત્યારે 14 દિવસ પહેલા રસિકને ત્યાં 4થી દીકરીનો જન્મ થતા રસિકને મન પર લાગી આવ્યું હતું. જે બાદ તેણે 3 દીકરીઓને ગામના એક ખેતરના કુવામાં ધકેલી દઈને પોતે પણ આત્મહત્યા કરી હતી.

પિતા બન્યો શેતાન,ત્રણ માસુમ બાળકીઓની કરી હત્યા

દરેક સમાજ અને સમાજના લોકોના તેમના જીવન ધોરણ ઉંચા લાવવાની લાહ્યમાં પરિવારોને સંકુચિત અને નિષ્ઠુર કરી રહ્યા છે. જરૂરિયાતની સામે ઓછી કમાણી તેમજ તેની ચિંતામાં પરિવારોમાં સતત અસહકારનું વાતાવરણ અને તેમાંથી જન્મ લેતો ક્રોધ અનેક પરિવારોને વેર વિખેર કરી રહ્યો છે. જેનું તાજું ઉદાહરણ ભેસાણ નજીક ખભાળિયા ગામમાં બનેલી કરૂણાકીતા છે. જેમાં હત્યા બાદ આત્મહત્યાનું કારણ 4થી દીકરીના જન્મને માનવામાં આવે છે, પરંતુ આ કરૂણાકીતા માટે એક માત્ર કારણ હશે તેવું માનવું હજુ પણ ખોટું હશે.

પિતાએ 3 પુત્રીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details