ગુજરાત

gujarat

ETV Bharat / city

Junagadh Fake RTPCR Test: એક જ નંબર પર RTPCR ટેસ્ટના 40 સર્ટિફિકેટ મળ્યા, મોટું કૌભાંડ હોવાની આશંકા - તમિલનાડુમાં ખાનગી પ્રયોગશાળાઓ

જૂનાગઢ મનપા (Junagadh municipal corporation)ના વોર્ડ નંબર 4 કોર્પોરેટર લલિત પરસાણાને તેમના મોબાઇલ નંબર તમિલનાડુમાં થયેલા 40 જેટલા બોગસ RTPCR ટેસ્ટ (Fake RTPCR Tests In Tamil Nadu) ના પ્રમાણપત્રો મળ્યા છે. આ મામલે તેમણે શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, RTPCR ટેસ્ટના નામે મોટું કૌભાંડ થતું હોઇ શકે છે.

Junagadh Fake RTPCR Test: એક જ નંબર પર RTPCR ટેસ્ટના 40 સર્ટિફિકેટ મળ્યા, મોટું કૌભાંડ હોવાની આશંકા
Junagadh Fake RTPCR Test: એક જ નંબર પર RTPCR ટેસ્ટના 40 સર્ટિફિકેટ મળ્યા, મોટું કૌભાંડ હોવાની આશંકા

By

Published : Jan 14, 2022, 6:10 PM IST

જૂનાગઢ: તમિલનાડુમાં થયેલા 40 જેટલા બોગસ RTPCR ટેસ્ટના પ્રમાણપત્રો જૂનાગઢમનપા (Junagadh municipal corporation)ના વોર્ડ નંબર 4 કોર્પોરેટર લલિત પરસાણાને મળતા તેઓ ચોંકી ઊઠ્યા છે. વર્ષ 2021ની 20મી માર્ચથી લઈને 14 જાન્યુઆરી 2022 સુધી તમિલનાડુ (Fake RTPCR Tests In Tamil Nadu) રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં થયેલા 40 જેટલા બોગસ RTPCR ટેસ્ટના સર્ટિફિકેટ (Fake RTPCR Test Certificate Scam) તેમને તેમના મોબાઈલ નંબર પર મળી રહ્યા છે. તમામ સર્ટિફિકેટમાં તેમનો નંબર હોવાનું પણ સામે આવ્યું છે.

તમામ RTPCR સર્ટિફિકેટમાં તેમનો નંબર.

એક જ નંબર પર અલગ-અલગ RTPCR ટેસ્ટ

સમગ્ર મામલાથી ચોંકી જઈને કોર્પોરેટર લલિત પરસાણાએ બોગસ RTPCR ટેસ્ટ (RTPCR Test In India)ને લઈને તપાસની માંગ કરી છે. તમિલનાડુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ RTPCR ટેસ્ટથઈ રહ્યા છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. એક જ મોબાઈલ નંબર પર અલગ-અલગ વ્યક્તિના થયેલા RTPCRના મેસેજ (Junagadh Fake RTPCR Test) સમગ્ર મામલામાં કંઈક રંધાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ કરી જાય છે.

આ પણ વાંચો:Uttarayan 2022 Gujarat: જૂનાગઢમાં નવાબીકાળમાં કેમ પતંગ ચગાવાતા ન હતા?

RTPCR ટેસ્ટ હેઠળ સરકારી નાણાને લૂંટવાનું કારસ્તાન

કોર્પોરેટર લલિત પરસાણા તેમના મોબાઈલ નંબર (RTPCR Test Certificate On Mobile Number) પર અલગ-અલગ વ્યક્તિના RTPCR ટેસ્ટના પ્રમાણપત્રો મળ્યા બાદ આ સમગ્ર મામલાને કોઈ મોટું કૌભાંડ જણાવી રહ્યા છે. લલિત પરસાણાએ Etv ભારતને જણાવ્યું હતું કે, જે પ્રકારે ખાનગી લેબોરેટરીઓ દ્વારા RTPCR ટેસ્ટ કરવાને લઇને કેટલીક સહાયતા રકમ જે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર દ્વારા આપવામાં આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં તમિલનાડુની ખાનગી લેબોરેટરીઓ (Private laboratories in Tamil Nadu) દ્વારા આ પ્રકારનું કારસ્તાન આચરવામાં આવ્યું હોવાની શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

સમગ્ર મામલામાં તલસ્પર્શી અને ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો મામલો કોઈ મોટા આર્થિક કૌભાંડ (Economic scandal in rtpcr test) તરફ પણ જઈ શકે છે તેવી શંકા પણ લલિત પરસાણાએ વ્યક્ત કરી છે. તેમણે જવાબદાર આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે પણ કાનૂની રાહે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે.

આ પણ વાંચો:Corona Update In Junagadh : જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યુ

ABOUT THE AUTHOR

...view details