- લોક રક્ષકદળ અને PSIની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં જોવા મળ્યો ઉત્સાહ
- જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા તાલીમાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરાયું
- જિલ્લા પોલીસ વડાએ સ્વયમ હાજર રહીને ઉમેદવારને આપી ઉપયોગી જાણકારી
જૂનાગઢ: આગામી દિવસોમાં લોકરક્ષક દળ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરની શારીરિક કસોટીનું (Physical test of Lokarakshak Dal and Police Sub Inspector) આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઇને જૂનાગઢમાંથી પણ હજારો ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરીક્ષાને લઇને રજૂ કરી છે, ત્યારે પરીક્ષા માટે શારીરિક કસોટીની તૈયારી કરી રહેલા જૂનાગઢના ઉમેદવારો માટે જિલ્લા પોલીસ તંત્ર સામે આવ્યું છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા LRD અને PSIના ઉમેદવારો માટે કરાયું મોક ટેસ્ટનું આયોજન આ પણ વાંચો:મહેસાણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરહાજર 79 GRD જવાનો ફરજ મોકૂફ કરાયા
હજાર જેટલા ઉમેદવારોએ મોક ટેસ્ટમાં લીધો
જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે મોક ટેસ્ટનું આયોજન કરાયું હતું જે પ્રમાણે લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની શારીરિક કસોટીઓ લેવાતી હોય છે તે મુજબ જ આજે મોક ટેસ્ટનું (mock test for LRD and PSI candidates)આયોજન કરાયું હતું, જેમાં 1000 જેટલા પરીક્ષાર્થીઓ મોક ટેસ્ટમાં સામેલ થયા હતા, જે પૈકી 77 જેટલા પુરુષ ઉમેદવારો અને 36 જેટલી મહિલા ઉમેદવારો સમય મર્યાદામાં શારીરિક કસોટીઓ પૂર્ણ કરીને સફળ થયા હતા. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ ઉમેદવારો માટે કોચિંગ ક્લાસીસની પણ શરૂઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેવું જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીએ માધ્યમોને જણાવ્યું હતુ.
આ પણ વાંચો:મોડાસામાં ગ્રામ રક્ષક દળ ભરતી કેમ્પ યોજાયો
જિલ્લા પોલીસ અધિક્ષકે ઉપયોગી માર્ગદર્શન પુરું પાડ્યું
આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર મહિલા અને પુરુષ ઉમેદવારો માટે મોક ટેસ્ટનું આયોજન પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની વિશેષ હાજરી અને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ મહિલા અને પુરુષ ઉમેદવારોએ મોક ટેસ્ટમાં ભાગ લીધો હતો, જેમાં ઉપસ્થિત પરીક્ષાર્થીઓને જિલ્લા પોલીસ અધિક્ષકે ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.