- ગેરકાયદેસર જમીને દબાવવાના કેસમાં જિલ્લા કલેક્ટર અને મામલતદાર સામે આકરું વલણ
- મામલતદાર અને કલેક્ટરને કોર્ટની નોટિસ
- 30 દિવસની મર્યાદામાં મહેસૂલ વિભાગને જૂનાગઢ કોર્ટમાં જવાબ રજૂ કરવા કરાઈ તાકીદ
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ તાલુકાના આંત્રોલી ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને તેમાં નાળિયેરીનું વાવેતર કરનારા વ્યક્તિઓ સામે નવા અમલમાં આવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ થયા બાદ સમગ્ર મામલાને લઈને માંગરોળ મામલતદાર અને જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર કેસમાં તપાસને લઈને અયોગ્ય અને સહકાર ભર્યુ વલણ દાખવવામાં આવતું હોવાને કારણે આરોપીએ જૂનાગઢ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.
આ પણ વાંચો :જૂનાગઢ પોલીસે ઓનલાઈન ચિટિંગ કરતા નાઇજીરિયનની ધરપકડ
રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગને નોટિસ ફટકારી
આ કેસની સુનાવણીમાં જૂનાગઢ લેન્ડ ગ્રેબીગ કોર્ટે આરોપીઓના આગોતરા જામીન મંજૂર રાખીને માંગરોળ મામલતદાર અને જૂનાગઢ કલેક્ટર વિરુદ્ધ સમગ્ર તપાસમાં અસહકાર ભર્યુ વલણ દાખવવા બદલ રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગને નોટિસ ફટકારીને બન્ને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેનો રિપોર્ટ 30 દિવસમાં જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવાની તાકીદ કરી છે.