જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં (Junagadh Corona Update) પાછલા 3 દિવસથી કોરોના સંક્રમિત કેસોના આંકડાઓમાં (corona case rise in junagadh) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સંક્રમિત કેસોના આંકમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં આજે ફરી એક વખત વધારો થયો છે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 32 અને જિલ્લામાં 04 મળીને કુલ 36 જેટલા કેસ આજે સંક્રમિત સામે આવ્યા હતા.
જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું નથી
પાછલા 3 દિવસ દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં સંક્રમિત કેસોના આંકમાં 15 જેટલા દર્દીઓનો વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે, આ ચિંતાજનક બાબત પણ માનવામાં આવી રહી છે. સૌથી રાહતના સમાચાર એ છે કે, હજુ સુધી જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું નથી. સાથે સાથે એક કેસને બાદ કરતા ઓમિક્રોન સંક્રમિત કેસો પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં જોવા મળતા નથી.
જૂનાગઢ જિલ્લામાં 36 સંક્રમિત કેસો સામે આવ્યા