જૂનાગઢઃ દેશમાં સતત વધતી બેરોજગારી અને યુવાનોને રોજગારી મેળવવા અંગે રઝળપાટ કરવી પડી રહી છે. તેવામાં જૂનાગઢ કૉંગ્રેસે આ જ મુદ્દે વિરોધ કર્યો હતો. કૉંગ્રેસ યુવાનોને રોજગારી અપાવવા (Congress protest for Employment) બાબતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન (Junagadh Congress Protest) કરી રહ્યા છે. તેવામાં જૂનાગઢમાં પ્રદેશ યુવક કૉંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાની હાજરીમાં જિલ્લા રોજગાર કચેરી ખાતે કૉંગ્રેસે વિરોધ (Junagadh Congress Protest) દર્શાવ્યો હતો. સાથે જ જિલ્લામાં બેરોજગારીના આંકડા જાહેર કરવાની અધિકારી (Demand for release of unemployment figures) સમક્ષ માગ કરી હતી.
કૉંગ્રેસે રાજ્ય સરકારને લીધી આડેહાથ - જૂનાગઢમાં બેરોજગારીનો દર (Unemployment rate in Junagadh) શું છે તે જાણવા કૉંગ્રેસે પ્રયાસ કર્યો હતો. રાજ્યના યુવાનો સતત બેરોજગારીમાં જીવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રાજ્યની સરકાર અને રોજગાર વિભાગ રોજગાર વાંછુક યુવકોના સાચા આંકડાઓ દબાવી રહી છે. તેવો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તો આ જ મુદ્દાને લઈને પ્રદેશ યુવક કૉંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલાએ વિરોધ (Junagadh Congress Protest) વ્યક્ત કરીને રાજ્ય સરકારને આડેહાથ લીધી હતી.
આ પણ વાંચો-ભરતસિંહ સોલંકીના રામમંદિરના નિવેદનથી આ ગામમાં વિરોધ, આગમન પહેલા જ કાર્યક્રમનો ફિયાસ્કો