ગુજરાત

gujarat

ETV Bharat / city

હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસના ધરણા, આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી માગ - જૂનાગઢ

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ પીડિત યુવતીનું સારવાર દરમિયાન મોત થયું અને ત્યારબાદ પોલીસે યુવતીના અંતિમ સંસ્કાર તેના પરિવારની ગેરહાજરીમાં કરી નાખતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. ત્યારે સોમવારના રોજ જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરોએ પ્રતિક ધરણા યોજીને ઉત્તર પ્રદેશ સરકાર દુષ્કર્મના તમામ આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે તેવી માગ કરી છે.

હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસના ધરણા
હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસના ધરણા

By

Published : Oct 5, 2020, 3:54 PM IST

જૂનાગઢઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ તેનું મોત થતા આ મામલાના પડઘા દેશભરમાં સંભળાયા હતા. ત્યારે સોમવારના રોજ જૂનાગઢ શહેરમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા સામુહિક દુષ્કર્મની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી અને આરોપીઓ વિરુદ્ધ પણ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરીને એક દિવસના પ્રતિક ધરણા યોજયા હતા.

હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં જૂનાગઢ કોંગ્રેસના ધરણા

કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં જૂનાગઢ અને વિસાવદરના ધારાસભ્યના ભીખાભાઈ જોશી અને હર્ષદ રિબડિયાએ ધરણામાં ભાગ લીધો હતો અને ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી.

દુષ્કર્મ બાદ પીડિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે, ત્યારે આગામી દિવસોમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે સોમવારના રોજ પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details