જૂનાગઢ- 17 માર્ચે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની વિધિવત કારોબારીનું આયોજન (Junagadh Congress Meeting )કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ પ્રધાન અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી ડો.દિનેશ પરમારની આગેવાનીમાં આ બેઠકનું આયોજન થયું હતું. જૂનાગઢ સહિત જિલ્લાની પાંચ વિધાનસભાના કોંગ્રેસના કાર્યકરોએ હાજર રહીને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસના વિજયને લઇને મનોમંથન કરવામા આવ્યું હતું.
રાજ્યના પૂર્વપ્રધાન અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી ડો.દિનેશ પરમારે મોટી ચેતવણી આપી ચૂંટણી જીતવા મનોમંથન - બેઠકમાં (Junagadh Congress Meeting )જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022)પર કઈ રીતે ચૂંટણી જીતી શકાય તેને લઈને જિલ્લાના આગેવાનોએ તમામ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રેસ પણ હવે બૂથ અને પેઇઝ કમિટીનું નિર્માણ કરીને વિધાનસભાની ચૂંટણીના જંગમાં પ્રત્યેક મતદાર સુધી પહોંચી તેમા વિજય મેળવવાની રણનીતિ બનાવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Junagadh Congress NCP Competition : કોર્પોરેશન વિપક્ષ નેતા બનવા બેય પક્ષ વચ્ચે જોવા મળશે ખેંચતાણ
કોંગ્રેસમાં રહીને ભાજપને મદદ કરતા આગેવાનોને લઇને ચીમકી- જૂનાગઢ આવેલા જિલ્લાના પ્રભારી ડો.દિનેશ પરમારે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં રહીને ભાજપને મદદ કરતાં 10 ટકા કાર્યકરો અને આગેવાનોની સાફસફાઈ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ ખુદ કરવા જઈ રહી છે. જે પ્રકારે કોંગ્રેસને નુકસાન કરી રહ્યા છે તેવા કાર્યકરો અને આગેવાનોને ઓળખીને આગામી દિવસોમાં કોંગ્રેસ તેને પક્ષમાંથી દૂર કરવા સુધીના પગલાં (Warning at Junagadh District Congress meeting ) ભરવા જઇ રહી છે.
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોને લઇ કોંગ્રેસનું મનોમંથન આ પણ વાંચોઃ Corona Death in Gujarat : ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મોતના રાહુલ ગાંધીના નિવેદન પર મળી રાજકીય પ્રતિક્રિયાઓ
ભાજપ ભયનું રાજકારણ કરી રહ્યો છે -તેમણે આક્ષેપ લગાવ્યો કે કોંગ્રેસના સારા અને સંનિષ્ઠ કાર્યકરોને કાયદા કે અન્ય પ્રકારે ડરાવી કે ધમકાવીને કોંગ્રેસમાંથી રાજીનામું આપવા સુધી ભાજપ મજબૂર કરી રહ્યો છે. તેમ છતાં કોંગ્રેસ આજે અડીખમ રીતે ભાજપનો પ્રતિકાર કરી રહી છે. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને મળેલા કાર્યકર્તાઓ અને નેતાઓના સહારે ફરી એક વખત ભાજપ સામે ઝીંક ઝીલવા જિલ્લા કોંગ્રેસ તૈયાર થઈ ચૂકી છે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) જિલ્લાની તમામ પાંચ બેઠકો પર ભાજપને હરાવવાને (Warning at Junagadh District Congress meeting ) લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા રણનીતિ બનાવવાની શરૂઆત ક (Junagadh Congress Meeting ) રવામાં આવી છે.