જૂનાગઢડોક્ટરોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં પણ ડોક્ટરો માનસિક અસ્થિર યુવાન (junagadh operation doctors) માટે ભગવાન બનીને આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલના (junagadh civil hospital) તબીબોએ ઈતિહાસનું પ્રથમ સૌથી વિકટ અને અચરજ પમાડે તેવું ઓપરેશન હાથ ધરીને મૂક બધિર માનસિક અસ્થિર યુવાનને સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા બાદ નવજીવન આપ્યું છે.
જઠરમાંથી મળી આ વસ્તુ માનસિક અસ્થિર યુવાનના જઠરમાંથી 62 લાકડાની સળીઓ, 2 મહેંદીના કોન અને 15 પ્લાસ્ટિકની સ્ટ્રો કાઢવામાં આવી હતી. જૂનાગઢ સિવિલના તબીબ ડો. મિનેષ સિંઘલ અને તેની તબીબ ટીમ દ્વારા સફળતાપૂર્વક આ શસ્ત્રક્રિયા કરવામાં (successful operation mentally ill patient) આવી હતી.
સફળતાપૂર્વક કરી સર્જરીસિવિલ હોસ્પિટલના (junagadh civil hospital) તબીબોએ ખૂબ જ ચોંકાવનારી અને માનવજીવન માટે ગંભીર કહી શકાય તે પ્રકારની શસ્ત્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરીને 40 વર્ષના માનસિક અસ્થિર અને મૂક બધિર યુવાનને નવજીવન આપ્યું છે. મૂળ વેરાવળ તાલુકાના મલોંઢા ગામનો માનસિક અસ્થિર અને મુકબધિર યુવાન અરજણ ચાંડપા પેટમાં દુખાવાને લઈને સિવિલ હોસ્પિટલમાં (junagadh civil hospital) દાખલ થયો હતો. યુવાન માનસિક અસ્થિર હોવાની સાથે મૂક બધિર (successful operation mentally ill patient) પણ હતો.
તબીબોને પડી મુશ્કેલી આ દર્દીની તપાસ કરવી તબીબો માટે પણ ખૂબ મુશ્કેલ હતી. આવા સમયે દર્દીનો સિટી સ્કેન અને અન્ય તબીબી પરિક્ષણ (various medical tests) કરતા તેના જઠરમાંથી ન કલ્પી શકાય તેવી 79 જેટલી અખાદ્ય અને પ્લાસ્ટિક તેમ જ લાકડાની ચીજવસ્તુઓ જોવા મળતા તબીબો પણ ચોંકી ગયા હતા. તેમ જ તાબડતોબ યુવાનના જીવનને કોઈ નુકસાન થાય તે પહેલા જ તેની શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય કરીને માનસિક અસ્થિર અને મુકબધિર યુવાનને નવજીવન (successful operation mentally ill patient) આપ્યું છે.