- જૂનાગઢમાં આકાર લઇ શકે છે શહેરનો એકમાત્ર અને પ્રથમ ઓવરબ્રિજ
- ઓવરબ્રિજને લઈને કોર્પોરેશનમાં અધિકારી અને પદાધિકારીઓની મળેલી બેઠક
- કન્સલટન્ટ એજન્સીએ બ્રિજનો રજૂ કર્યો પ્રાથમિક ચિતાર
- બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થયાના 24 મહિના સુધીમાં બ્રિજ પૂર્ણ થવાની આશા
જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ઓવરબ્રિજ આકાર લઇ શકે છે. તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે. ગુરૂવારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશ્નર મેયર સહિત પદાધિકારી અને અધિકારીઓની હાજરીની વચ્ચે બ્રિજના નિર્માણ કાર્યમાં કન્સલ્ટિંગ એજન્સી દ્વારા બ્રિજનો પ્રાથમિક ચિતાર અધિકારી-પદાધિકારીઓ અને શહેરના નાગરિકો તેમજ કોર્પોરેટરની વચ્ચે રજૂ કરીને બ્રિજના નિર્માણ અને બ્રિજના આકારને લઈને પ્રાથમિક ચિતાર રજૂ કરીને અધિકારીઓ કોર્પોરેટરો અને શહેરના નાગરિકો પાસેથી શહેરમાં બનવા જઈ રહેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને કોઈ સૂચનોને આવકાર્યું હતું.
આ પણ વાંચો:નવસારીમાં વર્ષોથી અટવાયેલો રેલવે ઓવરબ્રિજ 114 કરોડના ખર્ચે થશે સાકાર
રેલવે વિભાગની અંતિમ મંજૂરી બાદ બ્રિજના નિર્માણ કાર્યનું કામ હાથ ધરાશે
સમગ્ર લે-આઉટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રેલવે વિભાગને સુપરત કરવામાં આવશે. આગામી દિવસોમાં રેલવે વિભાગના અધિકારીઓ અને ઇજનેરો પણ બ્રિજની ડિઝાઈન તેમજ તેના નિર્માણને લઈને ચર્ચા કરશે. ત્યારબાદ કોઈ સલાહ સૂચન હશે તો બ્રિજના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા કન્સલ્ટિંગ એજન્સી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે યોગ્ય ચર્ચાઓ બાદ તેનું નિરાકરણ આવે તે દિશામાં આગળ વધશે. રેલવે વિભાગની અંતિમ મંજૂરી બાદ જૂનાગઢના પ્રથમ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય હાથ પર ધરાઈ શકે છે.