ગુજરાત

gujarat

ETV Bharat / city

જુનાગઢ બાળસુરક્ષા અધિકારીએ બાળ મજૂરોને છોડાવ્યાં

જૂનાગઢમાં બાળ સુરક્ષા અધિકારીએ 6 જેટલા બાળકોને પાણીપુરીના વ્યવસાયમાં બાળ મજૂરી કરતા છોડાવ્યા હતા. બાળ સુરક્ષા અધિકારીની કચેરીને ટેલિફોનિક માહિતી મળતા અધિકારીની ટીમે તેમના કાફલા સાથે શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તાર પહોંચી હતી જ્યા 6 જેટલા બાળકો પાણીપુરી બનાવવાના વ્યવસાયમાં જોવા મળ્યા હતા. જેને મુક્ત કરીને તેમના માલિકની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચિલ્ડ્રન હોમ-જૂનાગઢ
ચિલ્ડ્રન હોમ-જૂનાગઢ

By

Published : Feb 21, 2021, 3:32 PM IST

  • પાણીપુરીના વ્યવસાયમાં બાળ મજૂરો જોવા મળ્યા
  • બાળ સુરક્ષા અધિકારીએ મુક્ત કરાવ્યા બાળ મજૂરોને
  • મુક્ત કરાયેલા બાળકોને બાળ મજુરી કરાવનાર માલિકો વિરુદ્ધ તપાસ હાથ ધરાઇ


જૂનાગઢ : બાળ સુરક્ષા અધિકારીની કચેરીએ શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં બાળ મજૂરી કરતા 6 જેટલા બાળકોને આજે મુક્ત કરાવવામાં આવ્યા હતા. બાળ સુરક્ષા અધિકારીની કચેરીને મળતી માહિતી અનુસાર, હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક બાળકો પાણીપુરીના વ્યવસાયમાં બાળ મજુરી કરી રહ્યા છે તેવી બાતમી મળતા સુરક્ષા અધિકારીની ટીમ તેના કાફલા સાથે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સર્ચ હાથ ધર્યુ હતું. જેમાં 6 જેટલા બાળકો પાણીપુરીના વ્યવસાયમાં બાળમજૂરી કરતાં જોવા મળ્યા હતા.

બાળકોનો વિચાર કર્યા સિવાય તેમને મજુરી કામે રાખી રહ્યા
જૂનાગઢ બાળ સુરક્ષા અધિકારી ટીમના રમેશ મહિડા અને કિરણબેન પટેલ દ્વારા બાળ મજૂરોને જૂનાગઢ શહેર અને જિલ્લામાંથી મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. છતાં બાળ મજૂરીનું પ્રમાણ હજુ પણ બંધ થતું જોવા મળતું નથી. બાળ મજૂરોના વાલીઓ તેમના સંતાનો પાસે આર્થિક મદદ મળી રહે તે માટે બાળ મજૂરી માટે મોકલી રહ્યા છે. તો બીજી તરફ જે લોકો બાળકોને મજૂરીએ રાખી રહ્યા છે તેઓ પણ બાળકના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમ છતાં બાળકના વાલીઓ અને બાળકોને મજૂરી કામે રાખનારા માલિકો બાળકોનો વિચાર કર્યા સિવાય તેમને મજૂરી કામે રાખી રહ્યા છે. આવા વાલી અને બાળ મજૂરોને કામે રાખનારા વ્યક્તિઓ સામે વધુ આકરી કાર્યવાહી થાય તો બાળ મજૂરીની ગુલામીમાંથી બાળમાનસ મુક્ત થઈ શકે તેમ છે.

ચિલ્ડ્રન હોમ-જૂનાગઢ

ABOUT THE AUTHOR

...view details