ગુજરાત

gujarat

ETV Bharat / city

આ જિલ્લામાં દ્રાક્ષની જેમ કેરીના પણ જોવા મળે છે ઝૂમખાં, શું છે તેની વિશેષતા... જૂઓ

ગીર પંથકના આંબાવાડિયામાં દ્રાક્ષના ઝૂમખાની જેમ કેરીઓ આપતો આંબો ચર્ચાનો (Junagadh native mango in discussion) વિષય બન્યો છે. આ કેરીની વિશેષતા એ છે કે, ઝૂમખામાં કેરી આવતી હોવાથી કેરીનું કદ ખૂબ જ નાનું હોય છે. તો અન્ય શું વિશેષતા (Important of a bunch of mangoes) છે આ કેરીની જોઈએ આ અહેવાલમાં.

ગીરમાં દ્રાક્ષની જેમ કેરીના પણ જોવા મળે છે ઝૂમખાં, શું છે તેની વિશેષતા... જૂઓ
ગીરમાં દ્રાક્ષની જેમ કેરીના પણ જોવા મળે છે ઝૂમખાં, શું છે તેની વિશેષતા... જૂઓ

By

Published : Jun 2, 2022, 3:33 PM IST

Updated : Jun 2, 2022, 3:41 PM IST

જૂનાગઢઃ કેરીની સિઝન ચાલી રહી છે. ત્યારે ગીર પંથકના આંબાવાડિયામાં દ્રાક્ષના ઝૂમખાની જેમ કેરીઓ આપતો આંબો એ ચર્ચાનો વિષય (Junagadh native mango in discussion) બન્યો છે. 5 વર્ષનું આયુષ્ય ધરાવતો આંબો દ્રાક્ષના ઝૂમખાની માફક કેરીઓ આપી રહ્યો છે, જે તેની એક માત્ર વિશેષતા (Important of a bunch of mangoes) છે. વધુમાં ઝૂમખામાં કેરી આવવાને કારણે કેરીનું કદ નાનું હોય છે, પરંતુ તેનો સ્વાદ એકદમ મધૂર હોવાના કારણે પણ આ દેશી આંબો કેરીની સિઝનમાં ચર્ચાઈ રહ્યો છે.

ગીરને કેસરની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ પણ વાંચો-Foreign Mango : કેસરી અને કેસર બાદ ગીરમાં જોવા મળશે ટોમી એટકિન્સ મહાચીનોક માયા અને કીટ

ગીરને કેસરની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે -અહીં પરંપરાગત રીતે આંબાનું વર્ષોથી વાવેતર (Mango cultivation in Gir) થતું આવ્યું છે. ત્યારે કેટલાક વર્ષોથી કેરીની ખેતી પણ સંશોધનાત્મક અને અવનવી રીતે થતી જોવા મળે છે. ત્યારે ભાલછેલ નજીક આવેલા આંબાવાડિયામાં 5 વર્ષ પૂર્વે કુદરતી રીતે ઊગી નીકળેલા આંબામાં દ્રાક્ષના ઝૂમખાની માફક કેરીઓ જોવા મળે છે. પાછલા 5 વર્ષથી કેરીની સિઝન દરમિયાન આંબા પર ઝૂમખાના રૂપમાં કેરી જોવા મળે છે. આંબાનું કોઈ પરંપરાગત રીતે વાવેતર (Mango cultivation in Gir) કરવામાં આવ્યું નથી, પરંતુ કુદરતી રીતે ઊગેલો આંબો દ્રાક્ષના ઝૂમખાની માફક કેરીઓ (Junagadh native mango in discussion) આપી રહ્યો છે.

ગીરને કેસરની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ પણ વાંચો-Talala Kesar Mango Demands: યુરોપમાં થઈ કેસર કેરીની નિકાસ, ગયા વર્ષની સરખામણીએ જાણો કેટલી ઓછી

દ્રાક્ષના ઝૂમખાની માફક કેરીઓ આવતા આંબો બન્યો વિશેષ - ભાલછેલના આંબાવાડિયામાં દ્રાક્ષના ઝૂમખાની માફક પાછલા 5 વર્ષથી કેરીઓ જોવા મળે છે. તેના કારણે પણ આ આંબો સમગ્ર આંબાવાડિયામાં વિશેષ (Important of a bunch of mangoes) બની રહ્યો છે. ગીરમાં કેરીની સમગ્ર સિઝન પૂરી થાય છે. ત્યારે ઝૂમખામાં આવેલી કેરીઓ પાકવાની શરૂઆત થાય છે. કેરીઓ સામાન્ય કેરીઓ કરતા કદમાં ખૂબ નાની જોવા મળે છે, પરંતુ કેરીઓ પાકી ગયા બાદ તેનો સ્વાદ ખૂબ જ મધૂર હોય છે. કુદરતી રીતે ઉકેલો આંબો સમગ્ર ગીર પંથકમાં દ્રાક્ષના ઝૂમખાની માફક કેરી આપતો હવા લઈને પણ ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે.

Last Updated : Jun 2, 2022, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details