જૂનાગઢવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ(72nd Narendra Modi Birthday) છે. શહેરના ભારતી આશ્રમમાં રહીને શિક્ષણ મેળવતા શાળાના (Junagadh Bharti Ashram School children ) બાળકોએ ભવનાથ પરીક્ષેત્રમાં સફાઈ અભિયાન (Bhavnath Parikshetra Cleaning campaign ) હાથ ધરીને મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.
મોદીના જન્મદિવસે ભારતી આશ્રમમાં શાળાના બાળકોએ કરી ભવનાથના ધર્મસ્થાનોની સફાઈ - Saint of Bharti Ashram
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ (PM Modi Birthday ) છે. દેશભરમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઉજવી રહ્યા છે. આવીજ રીતે આજે જૂનાગઢમાં પણ ભારતી આશ્રમમાં શિક્ષણ મેળવતા શાળાના બાળકોએ (Junagadh Bharti Ashram School children ) સફાઈ અભિયાન હાથ ધરીને મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
શાળાના બાળકોએ કરી ભવનાથ પરીક્ષ ક્ષેત્રની સફાઈઆજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 72 મો જન્મદિવસ છે, ત્યારે ભવનાથમાં આવેલા ભારતી આશ્રમમાં અભ્યાસ કરતા શાળાના બાળકોએ ભવનાથ પરીક્ષેત્રના ધાર્મિક સ્થળોને ફરતે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમ તેમણે સ્વચ્છ ભારત અભિયાનની (Swachh Bharat Abhiyan) શરૂઆત કરી હતી. તેને ધ્યાને રાખીને શાળાના બાળકોએ આજે સફાઈ અભિયાન થકી નરેન્દ્ર મોદીના 72માં જન્મદિવસની ઉજવણી કરી હતી. જેની સાથે શાળામાં કામ કરતા શિક્ષકો (Teachers of Bharti Ashram) અને ભારતી આશ્રમના સંત (Saint of Bharti Ashram) મહાદેવ ભારતી પણ જોડાયા હતા. જેના કારણે બાળકોના ઉત્સાહમાં વધારો થયો હતો.
મોદીના દિર્ઘ આયુષ્ય માટે વિશેષ પૂજાભારતી આશ્રમ અને નરેન્દ્ર મોદીનો સંબંધ પાછલા બે દસકા કરતા વધુ સમયથી સતત જળવાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યપ્રધાન તરીકે હતા. તેઓ અચૂક ભારતી આશ્રમની મુલાકાત લેતા હતા. જેને લઈને પણ નરેન્દ્ર મોદીનું મહત્વ ભારતી આશ્રમમાં વિશેષ પણે જોવા મળે છે. મહામંડલેશ્વર ભારતી બાપુની મુલાકાત નરેન્દ્ર મોદી દ્વારા વર્ષમાં એક વખત ચોક્કસ પણે લેવાતી હતી. આવા ગાંઢ સંબંધની વચ્ચે ભારતી આશ્રમે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સફાઈ અભિયાન કરીને ઉજવણી કરી હતી. આ સાથે આજે રાત્રિના સમયે મોદીના દીર્ઘ આયુષ્ય માટે યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં શાળાના બાળકો શિક્ષકો અને ભારતી આશ્રમના સંતો પણ જોડાશે.