ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ APMC ના સત્તાધીશોએ આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ- વેચાણની શક્યતાઓ કરી વ્યક્ત

ચોમાસાની સીઝન પૂર્ણ થતા જ ધીમે ધીમે નવી મગફળીની આવક જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં થઈ રહી છે અને આગામી દિવસો પર મગફળીની આવકથી યાર્ડ ફરી એક વખત ધમધમતુ થશે. ગત વર્ષે અંદાજિત 20 કરોડ કરતાં વધુના સોદાઓ જૂનાગઢ APMC માં થયા હતા. આ વર્ષે પણ મગફળી સહિત સોદાઓની આવક રેકોર્ડ બ્રેક થાય તેવી શક્યતાઓ APMC ના સત્તાધીશોએ વ્યક્ત કરી છે.

Latest news of Junagadh
Latest news of Junagadh

By

Published : Oct 20, 2021, 1:07 PM IST

  • ખરીફ સીઝનની નવી મગફળીનું જૂનાગઢ APMC માં આગમણ
  • ગત વર્ષે 20 કરોડ કરતા વધુના સોદાઓ જૂનાગઢ APMC માં થયા હતા
  • આ વર્ષે પણ ગત વર્ષની આવકના રેકોડ સર્જાશે તેવું APMC ના સત્તાધીશોનું અનુમાન

જૂનાગઢ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ધીમે ધીમે નવી સિઝનની મગફળીની આવક શરૂ થઇ છે. આગામી દિવસોમાં મગફળીનો પાક સંપૂર્ણ પણે બજારમાં આવવાથી જૂનાગઢ APMC માં મગફળીની બમ્પર આવક થવાની શક્યતાઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સત્તાધીશોએ વ્યક્ત કરી છે. ગત વર્ષે પણ ભારે વરસાદ તેમજ પૂરને કારણે ચોમાસું મગફળીના પાકને નુકસાન થયું હતું તેમ છતાં 20 કરોડ કરતા વધુના સોદાઓ પાર પાડવામાં આવ્યા હતા.

જૂનાગઢ APMC ના સત્તાધીશોએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ- વેચાણની શક્યતાઓ કરી વ્યક્ત

આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ વેચાણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સચિવ પી એસ ગજેરા

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની સાથે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટાપાયે મગફળીની ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગત વર્ષે 20 કરોડ કરતાં વધુનું ટર્ન ઓવર જોવા મળ્યું હતું. આ વર્ષે પણ મગફળીની આવકને લઈને નાણાકીય વ્યવહારો અને ખરીદ વેચાણ પ્રક્રિયા વધારો થઇ શકે છે. ગત વર્ષે 700 થી લઈને 1100 સુધીના બજાર ભાવો પ્રતિ 20 કિલોના ખેડૂતોને મગફળીના ઉપજ્યા હતા. આ વર્ષે પણ મગફળીના બજાર ભાવો ગત વર્ષની સરખામણીએ જળવાઈ રહે તેમજ સારી મગફળીના ભાવો આ વર્ષે વધુ ઊંચે જઈ શકે છે. Etv Bharat યાર્ડના સચિવ પી.એસ.ગજેરા સાથે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે યાર્ડમાં મગફળીની ખરીદી વેચાણને લઈને સમગ્ર માહિતી પૂરી પાડી હતી.

જૂનાગઢ APMC ના સત્તાધીશોએ આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ- વેચાણની શક્યતાઓ કરી વ્યક્ત

આ પણ વાંચો: જૂનાગઢ APMC માં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ કરાતા જાહેર હરાજી બંધ કરાઈ

આ પણ વાંચો: જૂનાગઢ APMCને શરૂ કરવા અંગેના નિર્ણય માટેની બેઠક યોજાઈ

ABOUT THE AUTHOR

...view details