ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ આમ આદમી પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં વડાપ્રધાન મોદીને તેમના વચનો કરાવ્યા યાદ - Junagadh Aam Aadmi Party

સતત વધતી જતી મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચૂંટણી બાદ વડાપ્રધાન મોદીના ભાષણોની ટેપ વગાડીને સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કર્યો હતો. સતત વધતી જતી અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને કેન્દ્ર સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જૂનાગઢ આમ આદમી પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં વડાપ્રધાન મોદીને તેમના વચનો કરાવ્યા યાદ
જૂનાગઢ આમ આદમી પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં વડાપ્રધાન મોદીને તેમના વચનો કરાવ્યા યાદ

By

Published : Jul 24, 2021, 11:05 PM IST

  • મોંઘવારીના વિરોધમાં જૂનાગઢ આમ આદમી પાર્ટીએ કર્યું પ્રદર્શન
  • મોદી વડાપ્રધાન બન્યા બાદના ચૂંટણી ભાષણોનો પ્રતિકાત્મક વિરોધ કર્યો
  • વિરોધ પ્રદર્શનમાં શહેર પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા

જૂનાગઢ : સતત વધતી જતી મોંઘવારીના વિરોધમાં આજે શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ ચેતન ગજેરા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સતત વધતી જતી મોંઘવારી કેન્દ્ર સરકારની દેન છે અને મોંઘવારી વધવા પાછળ એક માત્ર કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેને લઈને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. સતત વધતી જતી મોંઘવારીમાંથી દેશના લોકોને રાહત મળે તેવી માગ કરી હતી.

જૂનાગઢ આમ આદમી પાર્ટીએ મોંઘવારીના વિરોધમાં વડાપ્રધાન મોદીને તેમના વચનો કરાવ્યા યાદ

મોદી વડાપ્રધાન બન્યા બાદના ભાષણોને લઈને નોંધાવ્યો વિરોધ

મોદી વડાપ્રધાન બન્યા બાદ જે પ્રકારે ચૂંટણી ભાષણોમાં મોંઘવારીથી લઈને રાંધણ ગેસ તેમજ પેટ્રોલના ભાવ ઘટાડાને લઈને અનેક વખત સભાઓમાં લોકોને તેમની સરકારની ઉપલબ્ધિ ગણાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાઓની ટેપ જાહેરમાં વગાડીને વડાપ્રધાન મોદીનો દાવો ખોટો છે, તેવો આક્ષેપ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details