ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ: 30 અજાણ્યા વ્યક્તિઓએ કર્યો ઈંડાની દુકાન પર હુમલો, દુકાનમાલિકે નોંધાવી ફરીયાદ

શનિવારે બપોરે જૂનાગઢ શહેરમાં આવેલા ઢાલ રોડ વિસ્તારમાં જનતા એગ્ઝ નામના ઈંડા અને ચિકનના ધંધાર્થીઓને ત્યાં 30 કરતાં વધુ વ્યક્તિઓએ અચાનક હુમલો કરતાં ઈંડા તેમજ દુકાનદારના એક સ્કુટરને નુકસાન પહોંચાડ્યું હતું જેની રવિવારે જનતા એગ્ઝના સંચાલકે 30 કરતાં વધુ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસ હુમલાને ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે

ccc
જૂનાગઢ: 30 અજાણ્યા વ્યક્તિઓએ કર્યો ઈંડાની દુકાન પર હુમલો, દુકાનમાલિકે નોંધાવી ફરીયાદ

By

Published : Jun 7, 2021, 10:38 AM IST

  • ઢાલ રોડ પર આવેલા ઈંડાની દુકાનમાં થયો હુમલો
  • 30 કરતાં વધુ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ-ફરિયાદ
  • એ ડીવીઝન પોલીસે ફરિયાદને આધારે હાથ ધરી તપાસ



જૂનાગઢ: શહેરના ઢાલ રોડ વિસ્તારમાં આવેલા જનતા ઈંડા અને ચિકનની દુકાનમાં શનિવારે બપોર બાદ કેટલાક અજાણ્યા અને કેટલાક ઓળખીતા લોકોએ અચાનક હુમલો કર્યો હતો હુમલામાં દુકાનમાં પડેલા ઈંડા તેમજ દુકાનદારનો સ્કૂટરને નુક્સાન થયું હતું. જેની રવિવારે પોલીસ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે આઠ જેટલા જાણીતા અને 20 કરતાં વધુ અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : યુગલને પોતાની અંગત પળોનું વીડિયો શૂટિંગ પડ્યું ભારે

અંગત આદાવતને કારણે

આરોપી અને ફરિયાદી બંને વ્યક્તિઓ પાડોસમાં રહે છે અને મન દુઃખને કારણે આ પ્રકારનો હુમલો થયાનો પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે. કેટલાક મજૂરો પહેલા ફરિયાદીને ક્યાં કામ કરતા હતા. જે આજે આરોપી વ્યક્તિઓ મજૂરો દ્વારા કોઈપણ પ્રકારની ગેરમાન્યતા ફેલાવીને ફરીયાદી વિરુદ્ધ ઉશ્કેરણી કરી હશે અને તેના ભાગરૂપે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો છે તેવું જનતા ઈંડા અને ચિકનના દુકાન ચલાવતા વ્યક્તિએ એ ડિવિઝન પોલીસ મથકમાં આ પ્રકારની ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં 8 જેટલા જાણીતા અને 20 કરતાં વધુ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગર બાયપાસ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે આધેડની હત્યા

ABOUT THE AUTHOR

...view details