ગુજરાત

gujarat

ETV Bharat / city

આજથી શરૂ થયું પવિત્ર જયા પાર્વતીનું વ્રત, જેમાં કરવામાં આવે છે આ રીતે પૂજા - જયા પાર્વતી વ્રતની વાર્તા

આજથી શરૂ થતા જયા પાર્વતી વ્રતને લઈને કુવારીકાઓ અને સૌભાગ્યવતી (jaya parvati vrat wishes) યુવતીઓએ ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરી હતી. ધાર્મિક અને સંસ્કારની દ્રષ્ટિએ ઉત્તમ પતિ મળે તે માટે આજના (Jaya Parvati Vrat 2022) દિવસે શિવની પૂજાનું આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે, જેને લઈને આજે યુવતીઓએ ભોળાનાથની પૂજા કરીને આગામી પાંચ દિવસ સુધી ચાલનારા જયા પાર્વતી વ્રતની આજે શરૂઆત કરી છે.

Jaya Parvati Vrat 2022
Jaya Parvati Vrat 2022

By

Published : Jul 11, 2022, 2:29 PM IST

જૂનાગઢ: અષાઢી સુદ બારસથી એટલે કે, સોમવાર આજથી (jaya parvati vrat 2022 date in gujarat) જયાપાર્વતી વ્રતની શરૂઆત થઈ રહ્યું છે. જૂનાગઢમાં (Jaya Parvati Vrat 2022) આવેલા ભુતનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે કુંવારિકાઓ અને સૌભાગ્યવતી યુવતીઓએ દેવાધિદેવ મહાદેવની વિશેષ પૂજા અને આરતી કરીને જયા પાર્વતી વ્રતના તહેવારની શુભ શરૂઆત કરી છે. યુવતીઓ દ્વારા પાંચ ધાન્યના જવારા સાથે ભોળાનાથની પૂજા કરી હતી. આ વ્રતમાં યુવતીઓ પાંચ દિવસ સુધી ઉપવાસ કરે છે (jaya parvati vrat pooja samagri) અને તેની સાથે નમક વગરનું ભોજન ગ્રહણ કરે છે, ત્યાંર બાદ પાંચમે દિવસે એક રાત્રીનું જાગરણ કરીને ધાર્મિક વિધિ વિધાન સાથે જ્યાં પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ કરે છે.

આ પણ વાંચો:ST બસના પ્રવાસીઓ માટે સારા સમાચાર, GSRTCએ સુવિધામાં કર્યો વધારો

વ્રત સાથે જોડાયેલી છે ધાર્મિક માન્યતા:જયા પાર્વતીના વ્રત (jaya parvati vrat wishes) સાથે પ્રાચીન ધાર્મિક માન્યતા પણ જોડાયેલી (jaya parvati vrat katha gujarati) છે. પ્રાચીન યુગમાં માતા પાર્વતી દ્વારા નિરાકાર એવા શિવને પામવા માટે આ વ્રત કર્યું હોવાની માન્યતા આજે પણ જોવા મળે છે. જેનાથી પ્રેરણા લઈને યુવતીઓ દ્વારા જયાપાર્વતી વ્રત કરવામાં આવી રહ્યા છે. કુવારીકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આજથી સતત પાંચ દિવસ સુધી ભગવાન ભોળાનાથની પૂજા કરીને જયાપાર્વતી વ્રત કરતી જોવા મળશે. પાર્વતી માતા દ્વારા કરવામાં આવેલા આ વ્રત બાદ નિરાકાર શિવની પ્રાપ્તિ તેમને થઈ હતી, તેવી જ રીતે યુવતીઓ પણ પાંચ દિવસ સુધી વ્રત કરીને શિવ જેવા ભાવિ ભરથાર મળે તેવી મનોકામના સાથે આજે પૂજા કરીને જયા પાર્વતી વ્રતની શુભ શરૂઆત કરી છે.

આ પણ વાંચો:ચાલતી કાર અચાનક રસ્તો ફાડી થઈ જમીનદોષ, જૂઓ દ્રશ્યો

પારંપરિક અને સૌકાઓ જૂની માન્યતાઓ: હિન્દુ સંસ્કૃતિમાં આવતા કોઈપણ ધાર્મિક તહેવાર સાથે આપણી પારંપરિક અને સૌકાઓ જૂની માન્યતાઓ સાથે મક્કમ મનોકામના પણ જોડાયેલી જોવા મળે છે, ત્યારે આજે જયા પાર્વતીના ધાર્મિક તહેવારને લઈને યુવતીઓ દ્વારા દેવાધી દેવ મહાદેવ જેવા ભાવિ ભરથાર મળે તેવી મનોકામના પૂર્ણ થાય તે માટે આજે વિશેષ પૂજા કરીને જયાપાર્વતી વ્રતની ધાર્મિક રીતે શુભ શરૂઆત કરી છે. આજના દિવસે જૂનાગઢમાં આવેલા ભુતનાથ મહાદેવ મંદિરે મહિલાઓ દ્વારા પંડિતોની હાજરીમાં મહાદેવની વિશેષ પૂજા ધાર્મિક વિધિ વિધાન સાથે પરીપૂર્ણ કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢની યુવતીઓ અને કુવારીકાઓએ આસ્થા અને વિશ્વાસ સાથે મહાદેવની પૂજામાં જોડાઈને જયા પાર્વતી વ્રતની શુભ શરૂઆત કરી છે.

ABOUT THE AUTHOR

...view details