ગુજરાત

gujarat

ETV Bharat / city

Jantrakhadi Rape Case : દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી - Rape accused medical examination

ગીર સોમનાથના જંત્રાખડી ગામમાં આઠ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ (Jantrakhadi Rape Case ) બાદ હત્યાના પડઘા (Minor Girl Rape and Murder Case in Kodinar) જૂનાગઢ જિલ્લામાં પડી રહ્યા છે. સમસ્ત હિંદુ પરિવારે કલેકટરને આવેદનપત્ર પાઠવીને આરોપી શામજી સોલંકીને ફાંસીની સજા થાય (Demand Of Death Penalty) તેવી આજે માંગ કરી છે.

Jantrakhadi Rape Case : દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી
Jantrakhadi Rape Case : દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજાની માગણી ઉઠી

By

Published : Jun 22, 2022, 9:54 PM IST

કોડીનાર/ જૂનાગઢ -કોડીનારના જંત્રાખડી ગામમાં (Jantrakhadi Rape Case ) 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા (Minor Girl Rape and Murder Case in Kodinar)કરનાર આરોપી શામજી સોલંકીના આજે રિમાન્ડ પૂર્ણ થતાં તેને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલમાં લવાયો હતો. તો બીજી તરફ કોડીનાર તાલુકાના તમામ ગામોના સરપંચ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આરોપી શામજી સોલંકીના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને કોડીનાર સરકારી હોસ્પિટલે દુષ્કર્મ આરોપી તબીબી પરીક્ષણ (Rape accused medical examination) માટે લવાયો હતો. હોસ્પિટલમાં લાવતી વખતે આરોપીના ચહેરા પર ગુનાની એક પણ રેખા જોવા મળતી હતી. તો બીજી તરફ કોડીનાર તાલુકાના 50 કરતાં વધુ ગામોના સરપંચોએ મામલતદારને રૂબરૂ મળીને આરોપી શામજી સોલંકીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરીને મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી.

આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ

આ પણ વાંચોઃ Rape Case in Kodinar : 8 વર્ષની માસુમ પર દુષ્કર્મ કરી હત્યા, ગામજનોમાં હાહાકાર

જંત્રાખડી દુષ્કર્મ અને હત્યા કેસ સામે રોષ - આઠ વર્ષની માસૂમ બાળકી પર જાતીય દુષ્કર્મ બાદ હત્યાના કેસને(Minor Girl Rape and Murder Case in Kodinar)લઈને આરોપી શામજી સોલંકી પર સમગ્ર રાજ્યમાં ફિટકાર વરસી રહ્યો છે તમામ જ્ઞાતિ થી લઈને સંગઠનનો એક સૂરમાં આરોપી શામજી સોલંકીને દાખલારૂપ કિસ્સામાં સુનાવણી પૂર્ણ કરીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આરોપી શામજી સોલંકીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેનું પોલીસની હાજરીમાં તબીબી પરીક્ષણ કરાયું હતું આગામી દિવસોમાં કેટલાક ફોરેન્સિક પરીક્ષણોના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને સમગ્ર મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરીને આરોપીને તેના જધન્ય અપરાધ બદલ ખુબ ઓછા સમયમાં આકરી સજા થાય તે દિશામાં પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચોઃ Surat Crime News : ગેંગરેપ કરી વીડિયો ઉતારનાર આરોપી ઝડપાયો

માસૂમ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના પડઘા જૂનાગઢમાં હિન્દુ સમાજે આપ્યું આવેદનપત્ર - કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં (Jantrakhadi Rape Case )થોડા દિવસ પૂર્વે શામજી સોલંકી નામના નરાધમે આઠ વર્ષની માસૂમ બાળકી પર જાતીય દુષ્કર્મ આચર્યા બાદ તેની નિર્મમ હત્યા (Minor Girl Rape and Murder Case in Kodinar)કરીને મૃતક બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને કચરાના ઢગલામાં ફેકી દેવા જેવું હીન કૃત્ય કર્યું હતું. આરોપી શામજી સોલંકી હાલ પોલીસ પકડમાં છે ત્યારે સમસ્ત જૂનાગઢ હિંદુ સમાજની સાથે સાધુ સમાજે આજે જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીએ શામજી સોલંકીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details