ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર:પાંચમા માળેથી કૂદકો મારવા જતી કિશોરીને ફાયર ટીમે રેસ્ક્યુ કરી બચાવી

જામનગરના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં રહેતી 17 વર્ષીય એક કિશોરી અગમ્ય કારણોસર આત્મહત્યા કરવા જઈ રહી હતી પણ પાડોશીઓ દ્વારા ફાયર લાશ્કરોને જાણકારી આપતા ફાયર લાશ્કરોએ તેનું રેસક્યુ કર્યું હતું.

yy
જામનગર:પાંચમા માળેથી કૂદકો મારવા જતી કિશોરીને ફાયર ટીમે રેસ્ક્યુ કરી બચાવી

By

Published : May 31, 2021, 7:35 AM IST

  • જામનગરના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં એક કિશોરીએ કર્યો આપઘાતનો પ્રયાસ
  • ફાયર લાશ્કરો દ્વારા કરવામાં આવ્યું રેસક્યું
  • પરિવાર આ ઘટનાથી અજાણ

જામનગર: જિલ્લાના ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં રહેતી 17 વર્ષીય રાધીકા રવિવારે સવારે 10 વાગ્યાની સુમારે ઘરે એકલી હોવાની તક ઉઠાવી અગમ્ય કારણોસર 5 માળેથી છંલાગ લગાવી આપધાત કરવા જઈ રહી હતી પણ આ બાબતની પાડોશીઓને જાણ થતા તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર લાશ્કરોએ તેનુ રેસ્ક્યુ કર્યું હતું.

હોસ્પિટલમાં ખસેડાઈ

17 વર્ષીય રાધિકા આપઘાત કેમ કરવા જઈ રહી હતી તેનુ રહસ્ય હજુ અકબંધ છે. આ ઘટનાથી ગભરાયેલી રાધિકા ફાયર ટીમે બચાવ્યા બાદ સારવાર માટે જી જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

આ પણ વાંચો : વડોદરાના આજવારોડ પર રહેતા યુવકનો ગળેફાંસો ખાઇ આપધાત

પરીવાર અજાણ

આ સમગ્ર મામલે રાધિકાનો પરિવાર કંઈ બોલવા નથી માંગતો. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર ફાયર વિભાગમાં કોઈનો ફોન આવ્યો હતો અને બાદમાં ફાયર ટિમ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચી હતી. જો કે રાધિકાને નીચે ઉતરી જવા કહ્યું હતું પણ રાધિકા કોઈ પણ ભોગે કૂદકો મારીને સુસાઇડ કરવા માંગતી હતી. આખરે ફાયર ટીમે રાધિકાનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો : સુરતમાં બે બાળકોની માતાએ કરી આત્મહત્યા, કારણ અકબંધ

ABOUT THE AUTHOR

...view details