- કોરોના મુક્ત ગામોના સરકારી અભિયાનની પોલ ખોલતું જૂનાગઢનું ઈવનગર ગામ
- ગામમાં 150 કરતાં વધુ એક્ટિવ કેસની સામે 20 જેટલા લોકોના થયા મોત
- ગામમાં રસીકરણ અને કોરોના ટેસ્ટિંગ કામગીરી સતત મંદ ગતિએ ચાલતા સરપંચે વ્યક્ત કર્યો આક્રોશ
જૂનાગઢ : રાજ્ય સરકારે ગામડામાં ફેલાઈ રહેલા સતત કોરોના સંક્રમણને ધ્યાને લઇને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની શરૂઆત કરાવી છે. સરકારના આ અભિયાનની પોલ જૂનાગઢ જિલ્લાનું ઈવનગર ગામ ખોલી રહ્યું છે. અંદાજિત 3000 કરતા વધુ વસ્તી ધરાવતા ઈવનગર ગામોમાં રસીકરણ અને કોરોના ટેસ્ટીગને લઈને જે ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું છે. તેને લઈને ગામના સરપંચ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નાના એવા ઈવનગર ગામમાં 150 કરતા વધુ એક્ટિવ કેસ અને 20 જેટલા મોત થયા છે. એને લઈને ગામના સરપંચ સરકાર સમક્ષ આરોગ્યલક્ષી કામગીરી તાકીદે વેગવંતી બનાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો : 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન - વાડલામાં સરકારની ઉદાસીનતા આવી સામે