લૉકડાઉનમાં મજૂરોના પલાયન બાદ કેરીને બજારમાં પહોંચાડવી બની મુશ્કેલ - Junagadh Kesar Mango
કોરોના વાઇરસને કારણે ગીર પંથકના ખેડૂતો મજૂરોની ભારે ખેંચ અનુભવી રહ્યાં છે. હાલ કેસર કેરીની સીઝન ચાલી રહી છે તેવા સમયે મજૂરોની ભારે અછત સર્જાતાં કેરીને બજારમાં લાવવા માટે અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.
લૉકડાઉનમાં મજૂરોના પલાયન બાદ કેરીને બજારમાં પહોંચાડવી બની મુશ્કેલ
જૂનાગઢઃ કોરોના વાઇરસને કારણે મોટા ભાગના વહેવારો અટવાઈ રહ્યાં છે ત્યારે મોટાભાગના મજૂરો પણ તેમના વતનની વાટ ભણી જઈ ચૂક્યાં છે.આ બાજુ કેસર કેરીની સીઝન પૂરબહારમાં છે આવા સમયે મજૂરોની ભારે અછત જોવા મળી રહી છે. મજૂરોની ખેંચને કારણે તૈયાર થયેલી કેસર કેરીને બજાર સુધી પહોંચાડવા માટે પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે.