- જૂનાગઢમાં કોરોન્ટાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- ફ્રિમાં આપવામાં આવશે તમામ સુવિધા
- ડોક્ટર્સ પણ રહેશે હાજર
જૂનાગઢ: કોરોના દર્દીઓને સ્થાનિક જગ્યાએ જ રૂટિન નિદાન અને પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી સર્વોદય સેવા સમિતિ દ્વારા કોરોન્ટાઇન સેન્ટરનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 25 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મફત રહેવા, પૌષ્ટિક આહાર, ચા, દૂધ, નાસ્તો સહિતની વ્યવસ્થા દાતાઓના સહયોગથી સર્વોદય સેવા સમિતિ તરફથી કરવામાં આવશે.
આ સેન્ટરમાં આરોગ્ય વિભાગની ટિમ પોતાની સેવા આપશે
આ ઉદ્ધઘાટન પ્રસંગે ધારાસભ્ય દેવા માલમ, મામલતદાર રાયચુરા, ટીડિયો જોશી, તાલુકા આરોગ્ય અધિકારી ડો ડાભી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી જેઠાભાઇ, પાલિકા ઉપ્રમુખ વિઠલાણી લીનેશ સોમૈયા સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી. આ કોવિડ કેર સેન્ટરની તમામ વ્યવસ્થા સંસ્થાના પ્રમુખ શરદભાઈ મહેતા દ્વારા કરવામાં આવી રહી છે.
માંગરોળના સર્વોદય સેવા સમીથી દ્વારા 25 બેડનો આઇશોલેશન વોર્ડ કરાયો શરૂ આ પણ વાંચો : ગોંડલ પાસેની સૂરજ મુછાળા પોલિટેકનિક કોલેજને સરકારી કોરોન્ટાઈન સેન્ટર બનાવાઇ
ડોક્ટર આપશે ફ્રિ સેવા
હાલમાં કોરોનાની મહામારીએ માજા મુકી હોય તેમ લાગી રહયું છે અને માંગરોળમાં રોજ રોજ કોરોના સંક્રમણમાં વધારો થતો જાય છે. જેથી હાલમાં જે લોકો સંયુકત પરિવાર સાથે રહેતા હોય તેવા વ્યક્તિઓના ઘરમાં સંક્રમણનો ખતરો વધુ ફેલાય છે, જેના કારણે 25 બેડનો આઇશોલેશન રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ડોકટરો પણ ફ્રી સેવા આપી રહયા છે, જેથી આઇશોલેટ દર્દી નું રોજ મેડીકલ ચેકપ તેમજ જરૂરી દવાઓની પણ ફ્રીમાં વ્યવસ્થા કરાઇ છે સાથે સાથે દર્દી ને બે ટાઇમ જમવા તેમજ ચા પાણી નાસ્તાનીપણ ફ્રી માં વ્યવસ્થા કરાઇ છેહાલમાં માંગરોળમાં કોરોનાના કેશો વધી રહયા છે અને માત્ર હોમ આઇશોલેટ દર્દીઓ ને એકજ રૂમમાં રહેતા હોય તો જવું કયાં આવા અનેક સવાલો સતાવતા હોય છે જેથી આ આઇશોલેટ સુવિધા દરેક ગરીબ માણસને આની શેવા મળશે તેમ મનાઇ રહયું છે.