આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ 2022 (International Yog Day 2022 ) ની ઉજવણી થઈ રહી છે. ત્યારે જૂનાગઢમાં આયોજિત યોગ અભ્યાસના કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ (Junagadh District Collector Rachit Raj)યોગના આસનો કરવામાં અસફળ રહ્યા હતાં. આજે સવારે અનેક પ્રયત્નો કરવા છતાં (Physical unfitness) પણ કલેકટર સાહેબ દ્વારા યોગના આસનો (Yogasana ) સફળતાપૂર્વક નહીં કરી શકતા કેમેરામાં કેદ થયા છે.
યોગાસન માટે અનેક પ્રયત્નો કરવા છતાં કલેકટર નિષ્ફળ રહ્યાં આ પણ વાંચોઃ International Yoga Day 2022: 108 સૂર્ય નમસ્કાર માત્ર 20 મિનિટમાં, વિશ્વ યોગ દિવસે પ્રેરણાદાયી
આજે વિશ્વ યોગ દિવસ મનાવાઈ રહ્યો છે - જિલ્લાકક્ષાના (International Yog Day 2022 )યોગાભ્યાસ કાર્યક્રમમાં કલેકટર રચિત રાજ (Junagadh District Collector Rachit Raj)અનેક વખત યોગના આસનો કરવાને લઈને પ્રયાસ કરતા હતા. પરંતુ પ્રત્યેક પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી હતી. કલેકટરની સાથે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ યોગાસન સફળતાપૂર્વક નહીં કરી શકતા કેમેરામાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. રાજ્યના લોકનેતા અને અધિકારીઓ યોગને લઈને હજુ પાવરધા જોવા મળતા નથી.
આ પણ વાંચોઃ PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"
અધિકારીઓ અને રાજનેતાઓ અનફિટ-મોટાભાગના અધિકારીઓ અને રાજનેતાઓ યોગને લઈને સંપૂર્ણપણે ફીટ જોવા મળતા નથી, જે આજે જાહેર કાર્યક્રમમાં સ્પષ્ટ થયું છે. અધિકારીઓ સતત ઓફિસના કામ અને રાજનેતાઓ ચૂંટણી સહિત અનેક લોકસંપર્ક કાર્યક્રમોને કારણે જરૂર કરતાં વધારે વજન અને શારીરિક ક્ષમતા કસરત નહીં કરવાને કારણે ફિટનેસ ગુમાવતા હોય છે. જેને કારણે આજે વિશ્વ યોગ દિવસ (International Yog Day 2022 )નિમિત્તે જિલ્લા કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ યોગાસન કરવામા (Physical unfitness) અસફળ રહ્યાં હતાં.