ગુજરાત

gujarat

ETV Bharat / city

International carrot day 2022 : જૂનાગઢના ગાજરને પણ મળી રહી છે વૈશ્વિક સ્વીકૃતિ - જૂનાગઢના ગાજરની વૈશ્વિક સ્વીકૃતિ

ગાજરમાં રહેલા પોષક મૂલ્યોને ધ્યાને રાખીને આજે વિશ્વ ગાજર દિવસની ઉજવણી (International carrot day 2022 ) કરવામાં આવી રહી છે. ત્યારે જાણીએ કે જૂનાગઢની કેસર કેરીની જેમ ત્યાંના ગાજરે પણ શા કારણે વૈશ્વિક સ્વીકૃતિ મેળવી (Junagadh carrots getting global acceptance) છે. વધુ જાણવા ક્લિક કરો.

International carrot day 2022 : જૂનાગઢના ગાજરને પણ મળી રહી છે વૈશ્વિક સ્વીકૃતિ
International carrot day 2022 : જૂનાગઢના ગાજરને પણ મળી રહી છે વૈશ્વિક સ્વીકૃતિ

By

Published : Apr 4, 2022, 3:15 PM IST

Updated : Apr 4, 2022, 4:28 PM IST

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં ગાજર દિવસની ઉજવણી (International carrot day 2022 ) કરવામાં આવી રહી છે એક સમય હતો કે ગાજરને પશુ આહાર તરીકે જોવામાં આવતું હતું. પરંતુ સમય અને સંજોગ બદલાતા તેમજ ગાજરમાં રહેલા પોષણ તત્વોને લઈને ગાજરનું મહત્વ વધતા ગાજરનો રસોડામાં પ્રવેશ થયો છે. જેને કારણે ગાજર આજે અદકેરું માન અને સન્માન મેળવતું થયું છે.

ગાજરની ખેતી વધુ ઉન્નત બને તેને લઈને વર્ષોથી ખેડૂતો ઉત્સાહી

આ પણ વાંચોઃ સ્વાસ્થ્ય અને સુંદરતા બંન્ને માટે ફાયદાકારક છે ગાજર

આજે સમગ્ર વિશ્વમાં કેમ ઉજવાય છે ગાજર દિવસ-વિશ્વ ગાજર દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2003ના એપ્રિલ મહિનાની ચોથી તારીખે કરવાની શરૂઆત થઈ હતી. સલાડમાં ગાજરનો સમાવેશ કરીને ગાજર દિવસની ઉજવણી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ફ્રાન્સ, ઇટાલી, સ્વિડન, રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુકે જેવા દેશોમાં ગાજર દિવસની ઉજવણી કરવાની પરંપરા (International carrot day 2022 ) શરૂ થઇ. જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાજરની ખેતી કરવામાં આવી રહી છે. જૂનાગઢના ગાજરે સમગ્ર વિશ્વના સીમાડાઓ વટાવીને પ્રખ્યાત બન્યા છે. જેને કારણે જૂનાગઢના ગાજર આજે ભોજનની સાથે મીઠાઈના રૂપમાં પણ જોવા મળી રહ્યા છે. વધુમાં ગાજરનું અથાણું પણ સ્વાદના રસિકો માટે આજે પણ અનેરું મહત્વ ધરાવે છે.

ગાજરના પોષક તત્વોનું મહત્ત્વ- ગાજર લાંબો સમય સાચવી શકાય છે તેે કારણે વસંતઋતુથી શરૂ કરીને પાનખર અને શિયાળાની ઋતુના અંતિમ સમય સુધી બજારમાં વ્યાપક અને મુક્તપણે જોવા મળે છે. આ કારણે ગાજર સૌથી લાંબો સમય મીઠાઈ અને કચુંબરના રૂપમાં આપણી થાળીમાં અચૂકપણે જોવા મળે છે. ગાજરને શાકભાજીમાં શામેલ કરવામાં આવ્યું છે કે તેને કાચા અને તાજા ખાઈ શકાય છે. આ સિવાય ગાજરની કેક અને ચિકન જેવી માસાહારી વાનગીઓમાં પણ સ્વાદિષ્ટ સહાયક તરીકે ગાજરને પીરસવામાં આવી રહ્યું છે. ગાજરમાં બિટા કેરોટીન અને વિટામિન સહિત અનેક પોષક તત્વોની પુષ્કળ પ્રમાણમાં હાજરી હોય છે જેને તબીબી વિજ્ઞાન પણ આરોગ્ય માટે ઉત્તમ માની રહ્યું છે.

જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ મારવાણીયા ગાજરની ખેતીને લઇ પદ્મશ્રીથી સન્માનિત થયાં હતાં

આ પણ વાંચો- પાટણમાં ગાજરના ભાવ સારા મળતા ખેડૂતો ખુશહાલ

ગાજરે જૂનાગઢને અપાવ્યું છે પદ્મશ્રી સન્માન-જૂનાગઢના ખેડૂત વલ્લભભાઈ મારવાણીયાને (Padma Shri Vallabhbhai Marvania )વર્ષ 2018માં પારંપરિક અને અનોખી રીતે ગાજરની ખેતી કરવા બદલ (Junagadh carrots getting global acceptance) ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા હતાં. આજે વલ્લભભાઈ હયાત નથી પરંતુ તેમનો પરિવાર આજે પણ ગાજરની ખેતી સાથે સંકળાયેલો છે. જૂનાગઢના પારંપરિક ગાજરની ખેતી વધુ ઉન્નત બને તેને લઈને વર્ષ 1950થી સતત કાર્યશીલ બની રહ્યો છે. આ જ પ્રકારે ગાજરની ખેતી ગાજરને નવા આયામો તરફ આગળ લઈ જઈ રહી છે, જેનું એક મુકામ (International carrot day 2022 ) એટલે આજનો વિશ્વ ઞાજર દિવસ.

Last Updated : Apr 4, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details