- ગીર વનરાઈની વચ્ચે રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ ભક્તોની આસ્થાનું છે કેન્દ્ર
- અહલ્યાના ભ્રષ્ટ કર્યા બાદ ઈન્દ્ર રાજા શ્રાપિત બનતા અહીં કરાઈ મહાદેવની પૂજા
- ઈદ્રેશ્વર મહાદેવ નરસિંહ મહેતા દ્વારા પણ પૂજવામાં આવ્યું હોવાની છે ધાર્મિક માન્યતા
જૂનાગઢ: આજથી દસ હજાર વર્ષ પૂર્વે રાજા ઈન્દ્ર દ્વારા સ્થાપવામાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. કહેવાય છે કે રાજા ઈન્દ્ર દ્વારા અહલ્યાનો ભ્રષ્ટ કર્યા બાદ ગૌતમ ઋષિ કોપાયમાન થયા છે અને રાજા ઇન્દ્રને શ્રાપિત કરવામાં આવતા ત્યારબાદ ઈન્દ્ર રાજાએ શ્રાપમાંથી મોક્ષ મળે તે માટે નારદ મુનિની સલાહ મુજબ ગીર જંગલની વચ્ચે 10 હજાર વર્ષ સુધી શિવલિંગની આકરી પૂજા કર્યા બાદ દેવાધિદેવ મહાદેવ અહીં રાજા ઇન્દ્રને પ્રસન્ન થયા છે અને ત્યારથી આ શિવાલય ઇન્દ્રેશ્વર મહાદેવ તરીકે શિવભક્તો પુજી રહ્યા છે.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર આ પણ વાંચો:દેવાધિદેવ સોમનાથ મહાદેવને કરાયો એક લાખ રુદ્રાક્ષના પારાનો શણગાર
ઇન્દ્રેશ્વર મહાદેવ સાથે ભક્ત કવિ નરસિંહ મહેતાની વાયકા પણ છે પ્રચલિત
ઇન્દ્રેશ્વર મહાદેવ સાથે નરસિંહ મહેતાની કથા પણ જોડાયેલી જોવા મળે છે. નરસિંહ મહેતા અહીં નિત્યક્રમ મુજબ ગાયોને ચરાવવા અને પૂજા માટે અચૂક આવતા અહીં જ તેમને શિવનો સાક્ષાત્કાર થયો હોવાના પુરાવાઓ શિવ ચરિત્રમાં જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરીને શિવ ભક્તો શિવમય બનતા જોવા મળી રહ્યા છે. આદિ અનાદિ કાળથી ઇન્દ્રેશ્વર મહાદેવ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બનતા આવ્યા છે. શ્રાવણ મહિનામાં ખાસ કરીને મહાદેવની પૂજા અને અભિષેકનો લાભ લઈને પોતાના પરિવાર પર મહાદેવ કૃપાદ્રષ્ટિ બનાવી રાખે તે માટે પ્રાથના કરી રહ્યા છે.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 63 ટકા જેટલા વરસાદની ઘટ, હજુ પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા નકારી
મહેર સમાજના ભાવિકો ઇન્દ્રેશ્વર મહાદેવમાં રાખે છે વિશેષ શ્રદ્ધા
અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ખાસ કરીને મહેર સમાજના લોકો દ્વારા ઇન્દ્રેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે મહેર સમાજ દ્વારા મહાદેવને થાળ અને રુદ્રીનો અભિષેક સહ પરિવાર સાથે કરવામાં આવે છે. જેમાં મહાદેવને પ્રથમ રુદ્રી અને થાળ અર્પણ કર્યા બાદ મહાદેવના દર્શન અને પૂજા માટે આવેલા પરિવારો મહાદેવનો પ્રસાદ આરોગી પોતાના પરિવાર પર દેવાધિદેવ મહાદેવ સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખે તેવી પ્રાર્થના સાથે શ્રાવણ મહિનામાં ઇન્દ્રેશ્વર મહાદેવની પૂજા કરી રહ્યા છે.
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિનામાં શિવ ભક્તોની આસ્થાનું બની રહ્યું છે કેન્દ્ર