જૂનાગઢ: પાકિસ્તાનની જેલમાંથી (Indian Fishermen released ) છૂટીને ભારત આવેલા 20 જેટલા માછીમારો આજે વેરાવળ બંદર (fishermen reached Veraval port) ખાતે પહોંચ્યા હતા. આ બાદ માછીમારોનું પોતાના પરિવારના સભ્યો સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત, ઘરે પરત ફરેલા માછીમારો માંગ કરી રહ્યા છે કે, પાકિસ્તાનની જેલમાં હજુ પણ 560 કરતાં પણ વધુ ભારતીય માછીમારો બંધ છે. તે તમામ લોકોને મુક્ત કરવામાં આવવા જોઈએ.
Indian Fishermen released : પાકિસ્તાની જેલમાંથી છૂટીને માદરે વતન પહોંચ્યા માછીમારો 20 જેટલા માછીમારો વેરાવળ બંદરે પહોંચ્યા
ચાર વર્ષ કરતાં વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં સબડી રહેલા 15 જેટલા ગીર સોમનાથ જિલ્લાના અને 5 જેટલા ઉત્તર પ્રદેશના માછીમારો આજે ગુરૂવારે વેરાવળ બંદરે પહોંચ્યા હતા.
માછીમારોનું પરિવાર સાથે મિલન થતા હર્ષનો માહોલ જોવા મળ્યો
ફિસરીઝ વિભાગના (Department of Fisheries) અધિકારીની હાજરીમાં તમામ સરકારી અને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તમામ માછીમારોને તેમના પરિવાર સાથે જવા દેવામાં આવ્યા હતા. ચાર વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહેલા માછીમારોનું આજે પરિવાર સાથે મિલન થતા ખૂબ ઉત્સાહ અને હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:પાકિસ્તાને કરાચી જેલમાંથી 20 ભારતીય માછીમારો મુક્ત કરાયા
પાકિસ્તાનની જેલમાં ભારતના 560 કરતાં વધુ માછીમારો
પાકિસ્તાનની આજે ગુરૂવારે જેલમાંથી મુક્ત થઈને વેરાવળ બંદરે આવેલા 20 જેટલા ભારતીય માછીમારોએ ETV ભારત સમક્ષ પાકિસ્તાનની જેલ અને ત્યાં રહેલા ભારતીય માછીમારો અંગે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી.
ભારતની 1148થી વધુ બોટ પાકિસ્તાનના કબજામાં
પાકિસ્તાનની જેલમાં હજુ પણ 560 કરતાં વધુ માછીમારો અને 1148 કરતાં વધુ ભારતની બોટો પાકના કબજામાં છે. જેને તાકિદે છોડાવવા માટે ભારત અને રાજ્ય સરકાર મદદ કરે તેવી માંગ પણ જેલમાંથી મુક્ત થઈને વેરાવળ આવેલા માછીમારો દ્વારા કરવામાં આવી હતી.
પાકિસ્તાની જેલમાં તબીબી સવલતને લઈને સુવિધાઓ નથી
પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારો પૈકી કેટલાક માછીમારો ખૂબ જ ગંભીર બીમારીમાં સપડાઇ રહ્યા છે. તેમની તબીબી સવલતને લઈને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી. આ તમામ પ્રકારની બીમારી માટે એક જ દવા પાકિસ્તાની જેલ ના સત્તાધીશો દ્વારા આપવામાં આવી રહી છે. જેના કારણે માછીમારો ગંભીર પ્રકારની બિમારીમાં સપડાતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો:પાકિસ્તાની જેલમાંથી 4 વર્ષે મુક્ત થઈ 20 માછીમારો વતન પરત ફર્યા, વેરાવળમાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યાં
પાકિસ્તાનની જેલમાં સૌથી મોટી સમસ્યા બીમારી
પાકિસ્તાનની જેલમાં ભોજન સહિત અન્ય વ્યવસ્થાને લઈને પણ કેટલોક કચવાટ માછીમારોએ વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેલમાં સૌથી મોટી સમસ્યા બીમારીને લઇને આજે પણ જોવા મળી રહી છે. બીમાર થયેલા ભારતીય માછીમારની યોગ્ય અને પૂરતી તેમજ સમય રહેતા સારવાર નહીં થવાને કારણે આજે મોટાભાગના ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં ગંભીર બીમારીમાં સપડાઇ રહ્યા છે. જેને લઇને ભારત સરકાર તાકીદે કોઈ પગલાં ભરે તેવી માંગ પણ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને પરત આવેલા માછીમારોએ કરી છે.