ગુજરાત

gujarat

ETV Bharat / city

Increase vegetable prices in Junagadh : જૂનાગઢમાં ટમેટાંનો ભાવ કેમ થઇ ગયો બમણો જાણો - જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ

મોંઘવારીનું વિષચક્ર ગરીબ અને મધ્યમવર્ગની થાળીમાંથી શાકભાજીને (Increase vegetable prices in Junagadh) ગાયબ કરી દે એ હદે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં શું છે ટમેટાંનો એક કિલોનો ભાવ અને શા માટે ટમેટાં મોંઘા (Price of tomatoes doubled in Junagadh) બન્યાં છે તે જાણવા વાંચો અહેવાલ.

Increase vegetable prices in Junagadh : જૂનાગઢમાં ટમેટાંનો ભાવ કેમ થઇ ગયો બમણો જાણો
Increase vegetable prices in Junagadh : જૂનાગઢમાં ટમેટાંનો ભાવ કેમ થઇ ગયો બમણો જાણો

By

Published : May 4, 2022, 4:38 PM IST

જૂનાગઢ- ખાદ્યતેલ પેટ્રોલ-ડીઝલ (Impact of fuel price hike) શાકભાજી કઠોળ અને હવે ટમેટાના ભાવોમાં પ્રતિદિન વધારો થયો છે. જે જૂનાગઢના ગરીબ અને મધ્યમ વર્ગના બજેટને ડામાડોળ બનાવી રહ્યું છે. આ ભાવ વધારો (Increase vegetable prices in Junagadh) સતત વધતી જતી મોંઘવારીને કારણે હોવાનું ટમેટાના જથ્થાબંધ વેપારીઓ જણાવી રહ્યા છે.

બેંગ્લોર અને મહારાષ્ટ્ર તરફથી આયાત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Spices Price hike: મોંઘવારીનો માર મસાલા પર, ભાવમાં વધારો થતાં રસોઈનો સ્વાદ ખોરવાયો

દિવસેને દિવસે મોંઘવારી સતત વધતાં ગરીબ અને મધ્યમવર્ગને ખૂબ પરેશાની થઇ રહી છે. ભાવ વધારાના ખપ્પરમાં દૈનિક ઉપયોગમાં લેવામાં આવતાં ટમેટા પણ હોમાઈ (Increase vegetable prices in Junagadh)રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં (Junagadh Marketing Yard)ટમેટાનો જથ્થાબંધ ભાવ પ્રતિ એક કિલોએ 50 રૂપિયાથી લઇને 60 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલ 200 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. ત્યાં તમામ પ્રકારના શાકભાજી રીંગણ અને દૂધીને બાદ કરતા 80થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે ટામેટાનો ભાવ વધારો (Price of tomatoes doubled in Junagadh) પણ ગરીબ અને મધ્યમવર્ગ પર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Wheat Prices Rise In Gujarat: યુક્રેન-રશિયાના યુદ્ધની અસર ઘઉં પર, જાણો કેટલો વધ્યો ભાવ

સ્થાનિક પાક પૂરો થતાં અન્ય રાજ્યોની આવક પર થવું પડે છે નિર્ભર - ટમેટાના જથ્થાબંધ વેપારીઓ જણાવી રહ્યાં છે કે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ટમેટાનો સ્થાનિક પાક પૂરો થઈ ગયો છે. જેને કારણે સ્થાનિક બજારમાં ટમેટાની આવક (Price of tomatoes doubled in Junagadh) મર્યાદિત બની છે. આવા સમયે ટમેટાની માંગને પહોંચી વળવા અને બજારમાં ટમેટાની કોઈ અછત ન સર્જાય તે માટે બેંગ્લોર અને મહારાષ્ટ્ર તરફથી આયાત કરવામાં આવે છે. ડીઝલના ભાવને કારણે (Impact of fuel price hike) પણ મહારાષ્ટ્ર અને બેંગલોરથી ટમેટાને મંગાવવા ખર્ચાળ બની રહ્યા છે. જેને કારણે જથ્થાબંધ બજારમાં પ્રતિદિન ભાવ વધારો (Increase vegetable prices in Junagadh) થઈ રહ્યો છે. જેની વિપરીત અસર છૂટક બજાર પર પણ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details