જૂનાગઢઃ કોરોના સંક્રમણ પછી સોમનાથ મહાદેવ મંદિરે ભાવિભક્તોના દર્શન કરવા આવતા ભક્તોમાં ધરખમ વધારો (New achievement of Somnath Mahadev Temple) થયો છે. ત્યારે આ આંકડાના કારણે હવે સોમનાથ મહાદેવ મંદિરે વિક્રમ સર્જ્યો છે. ગત મે મહિના દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના (First Jyotirlinga Somnath Mahadev Temple) દર્શન કરવા માટે સમગ્ર દુનિયામાંથી 5,38,000 ભાવિકો (Tourists Increased in Somnath Mahadev Temple) આવ્યા હતા.
કોરોનાના કેસ ઘટતા ભક્તોની સંખ્યા વધી - કોરોના સંક્રમણનું સંકટ દૂર થતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના (First Jyotirlinga Somnath Mahadev Temple) પ્રત્યક્ષ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. ગયા મે મહિનામાં 5,38,000 જેટલા ભક્તોએ સોમનાથ મહાદેવ મંદિરના પ્રત્યક્ષ દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી હતી. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાના કારણે લૉકડાઉન અને ત્યારબાદ પ્રત્યક્ષ દર્શન માટે કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. આથી ભાવિકો ધર્મસ્થાનોમાં ખૂબ જ જૂજ માત્રામાં જોવા મળતા હતા. જોકે, જે રીતે કોરોના સંક્રમણ બાદ ધીમે ધીમે પરિસ્થિતિ પૂર્વવત્ બની (Tourists Increased in Somnath Mahadev Temple) રહી છે. આવી પરિસ્થિતિમાં હવે ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે.
આ પણ વાંચો-Shani Jayanti 2022: આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી
વેકેશન પણ ચાલી રહ્યું છે પૂરબહારમાં - સોમનાથ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું સૌપ્રથમ જ્યોતિર્લિંગ (First Jyotirlinga Somnath Mahadev Temple) છે. તેના કારણે પણ સોમનાથ દાદાનું મહત્વ ખૂબ વધી જાય છે. પ્રત્યેક શિવભક્ત સોમનાથ દાદાના દર્શન કરવા અચૂક આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ પણ ખૂબ સામાન્ય જોવા મળી રહ્યું છે સંકટ નો સમય વીતી ગયો છે તેમજ વેકેશન પણ પૂરબહારમાં ચાલી રહ્યું છે. ત્યારે ત્રિવેણીના અનોખા સંગમ સમાન સોમનાથ મહાદેવના દર્શન માટે 30 દિવસમાં લાખોની સંખ્યામાં ભાવિકોની હાજરી નોંધાઈ છે.