ગુજરાત

gujarat

ETV Bharat / city

લૉકડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ

કોરોના બાદ જાહેર કરવામાં આવેલા lock down સમય દરમિયાન જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં પોલ્યુશન ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળ્યું હતું. જેને લઇને lock down જૂનાગઢ માટે આશીર્વાદ સમાન બની રહ્યું છે.

લૉક ડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ
લૉક ડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ

By

Published : May 23, 2020, 6:34 PM IST

જૂનાગઢઃ કોરોના વાઇરસના ભારે પ્રકોપ વચ્ચેે lock down જાહેર થયું. આ પહેલાં કદી ન જોયેલાં દિવસો લોકોએ જોયાંને પ્રકૃતિએ માણ્યાં એમ કહીએ તો ખોટું નથી.ખાસ કરીને ઠેરઠેર ફેલાઈ ગયેલું હવાપાણીનું પ્રદૂષણ કંટ્રોલમાં આવી ગયું છે. લૉકડાઉનના દિવસોમાં જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો પ્રદૂષિત વાયુઓની માત્રામાં ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયો છે જેને કારણે જૂનાગઢ શહેર અને આસપાસનું વાતાવરણ બિલકુલ સ્વચ્છ બની રહ્યું છે

લૉક ડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ
આમ lock down વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ખૂબ જ મહત્વનું પરિબળ સાબિત થઇ રહ્યું છે. જૂનાગઢમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ જોકે ગંભીર પ્રદૂષણ ફેલાવવા માટે હાજર નથી પરંતુ તમામ પ્રકારના વાહનો અને નાનીમોટી બાબતો સદંતર બંધ થઈ ગઇ હતી તેથી માનવજીવન દ્વારા થતું પ્રદૂષણ પણ જાણે ઘરમાં કેદ થઈ ગયું હતું.
લૉક ડાઉન અંતિમ ચરણમાં જૂનાગઢના હવાપાણી થઈ ગયાં એકદમ શુદ્ધ
lock down દરમિયાન પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ અધિકારીની કચેરી દ્વારા પ્રદૂષિત હવાના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં હતાં. પ્રતિ ઘનમીટર એ રેસ્પીરેબલ પાર્ટીક્યુલેટ મેટર 53 microgram સ્લફર ઓક્શાઈટ 10 માઈક્રોગ્રામ અને nitrogen oxide 15 માઈક્રોગ્રામ નોંધવામાં આવ્યો હતો. આ ઘટાડો સામાન્ય દિવસોમાં જોવા મળતા હવામાંના પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે lock downને કારણે દેશની અર્થવ્યવસ્થા મંદ પડી, કેટલાયે લોકો રોજગારીથી વંચિત રહ્યાં, પરંતુ સાપેક્ષે lock down પર્યાવરણ માટે આશીર્વાદ સમાન બની રહ્યું હતું. જ્યારે હવામાં પ્રદૂષકોની માત્રા દિવસેને દિવસે ખૂબ જ ભયજનક રીતે વધી ગયેલી જોવા મળતી હતી તેવા સમયમાં આવેલું lock down પર્યાવરણ માટે આશીર્વાદસમાન અને હવાના પ્રદૂષકો માટે કાળ સમાન સાબિત થયું છે.

ABOUT THE AUTHOR

...view details