- જૂનાગઢની ભવનાથ તળેટીમાં વનરાજા જોવા મળ્યા
- દામોદર કુંડની પાસે મંદિરમાં લટાર મારતા નજરે ચડ્યા
- વનરાજા રસ્તો ભૂલી મંદિરમાં આવી ચડ્યા
જૂનાગઢ: ભવનાથની ગીરી તળેટીમાં આવેલા દામોદર કુંડની પાસે રાધા દામોદરજીનું મંદિરમાં ગત 27 તારીખ ને વહેલી સવારે જંગલના રાજા લટાર મારતા હોય તેવા દ્રશ્યો મંદિરમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જંગલના રાજા ઓ મંદિર ના પગથીયા ચડીને બહાર નિકળવાનો પ્રયાસ કરતા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે રાધા દામોદર જી મંદિર ગિરનાર ની પર્વતમાળા ઉપર આવેલું છે અને આ વિસ્તારમાં સિંહોની હાજરી પણ સતત જોવા મળતી હોય છે ત્યારે અચાનક મંદિર પરિસરમાં આવેલા વનરાજાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
આ પણ વાંચો : નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં કોરોના સંક્રમણનો પગપેસારો, એશિયાઇ સિંહ ત્રિપુર થયો કોરોના સંક્રમિત