ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં સી.આર. પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા - સોશિયલ ડિસ્ટન્સ

જૂનાગઢમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલની અધ્યક્ષતામાં સરપંચ સંમેલન યોજાયું હતું, જેમાં જિલ્લાના તમામ સરપંચો હાજર રહ્યા હતા. જોકે, કોરોના ગાઈડલાઈન્સ અને સોશિયલ ડિસ્ટન્સના બૂમબરાડા પાડતી સરકારના નિયમોનો અહીં ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. સરકારે દરેક કાર્યક્રમ માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરી છે, છતાં ભાજપના જ કાર્યક્રમોમાં સરકારના આ નિયમોનું પાલન થતું નથી. આવું પહેલી વખત નહીં પણ ઘણી વખત બન્યું છે. આ કાર્યક્રમમાં હાજર તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી ગીચોગીચ બેઠેલા જોવા મળ્યા હતા.

જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા

By

Published : Jan 8, 2021, 2:00 PM IST

  • જૂનાગઢ જિલ્લામાં તમામ સરપંચોનું યોજાયું સંમેલન
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ રહ્યા હાજર
  • સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા
  • ભાજપના જ સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
    જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા

જૂનાગઢઃ એક તરફ સરકાર જમાવડા અને ભીડ કરવાની મનાઈ ફરમાવી રહી છે તો બીજી તરફ ભાજપના જ નેતાઓ સરકારના આ નિયમોને ઘોળીને પી જાય છે. આવું જ એક દૃશ્ય જોવા મળ્યું હતું જૂનાગઢમાં. જૂનાગઢમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલની અધ્યક્ષતામાં જિલ્લાના સરપંચોનું સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા

ઓડિટોરિયમની બેઠક વ્યવસ્થા 3 હજાર વ્યક્તિની છે, લોકો ગીચોગીચ બેઠેલા દેખાય છે

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રિકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયેલા સંમેલનમાં તમામ લોકો ગીચોગીચ બેઠા હતા એટલે કે સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું જોવા મળ્યું હતું. કારણ કે, આ ઓડિટોરિયમની બેઠક વ્યવસ્થા 3 હજાર વ્યક્તિઓની છે. એટલે કે સોશિયલ ડિસ્ટન્સ ભૂલીને તમામ લોકો ગીચોગીચ બેઠા હતા.

જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા

કોરોના માટેના નિયમો ફક્ત પ્રજા માટે બનાવ્યા હોય તેવું લાગી રહ્યું છે

આ સંમેલનમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના મોટા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા. તેમની જ હાજરીમાં કોરોના ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતા તેઓ એક પણ શબ્દ બોલ્યા નહીં. જાણે કોરોના માટેના તમામ નિયમો ફક્ત પ્રજા માટે બનાવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. સંમેલનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢમાં C R પાટિલની અધ્યક્ષતામાં યોજાયેલા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ઊડ્યા ધજાગરા
સામાન્ય જનતા અને સરકારના સમર્પિત પદાધિકારીઓ માટે બે નિયમ હોવાનું સ્પષ્ટ જણાવ્યું

જૂનાગઢમાં યોજાયેલું આ સંમેલન સરકારની પોલ ખોલી નાખે છે. અહીં કોરોના માટેના નિયમો માટે સરકારના બે મોઢા જોવા દેખાયા હતા. રાજ્ય સરકારે અગાઉ ગાઈડલાઈન જાહેર કરી છે કે, કોઈ પણ કાર્યક્રમ યોજાય તેમાં 200થી વધારે લોકોએ ભેગા થવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરવું. પણ જૂનાગઢમાં યોજાયેલા આ સંમેલનમાં તમે જોઈ શકો છો કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ ન ભૂલાયું.

ABOUT THE AUTHOR

...view details