- દેશી દારૂની ખેપ મારતા યુવાનને પકડી પાડતી મહિલા સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
- વિડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામનો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ
- દેશી દારૂની ખેપ મારી ને જતા યુવાન ને પકડતી મહિલા વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
જૂનાગઢ : સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. એક મહિલા દેશી દારૂ ને લઈને જઈ રહેલા એક યુવાનને જાહેર માર્ગ પર પકડીને તેમની પાસેથી દેશી દારૂની કેટલીક કોથળીઓ ઝડપી પાડે છે. આ વિડીયોમાં જે અવાજ સાંભળવા મળી રહ્યું છે. તે મુજબ આ વીડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામનો હોવાનું જણાઈ આવે છે. ઈટીવી ભારત આ વીડિયોનું કોઈ પુષ્ટિ કરતું નથી.
વિડિઓ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામનો હોવાનું અનુમાન
જૂનાગઢમાં દેશી દારૂ ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોમાં દેશી દારૂની ખેપ મારી ને માર્ગ પરથી જઇ રહેલા એક યુવાનને મહિલાએ પકડી પાડયો છે. તેના કબજામાં રહેલી પ્લાસ્ટિકની બોરી માંથી તપાસ કરતા દેશી દારૂ ની કેટલી કોથળીઓ જોવા મળતી હતી. આ વીડિયોમાં જે અવાજ સાંભળવામાં આવી રહ્યો છે. તે મુજબ આ વીડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટ ગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ વીડિયોના સ્થળ અને સમય અંગે કોઈ પુષ્ટિ આપતા નથી
વાયરલ વિડીયોમાં દારૂ બનાવનાર વ્યક્તિ તરીકે કાળુભાઈ નું નામ સંભળાઈ રહ્યું છે. જે હડમતિયાના હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. દારૂ વેચાણ માટે ભાટ ગામના કોઈ બકુભાઇ તેમની પાસેથી મંગાવતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ વીડિયોમાં જે વ્યક્તિના નામ સાંભળવા મળે છે. તેના પર પણ અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. હાલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દેશી દારૂનું વેચાણ બેરોકટોક ચાલી રહ્યું છે. તે ચિંતાનો વિષય પણ બની શકે છે.