ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં ચિત્રકારોએ ગિરનાર અને ગીર કેસરીના ચિત્ર બનાવી સિંહ દિવસની ઉજવણી કરી

સમગ્ર વિશ્વમાં 10 ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે એશિયામાં એક માત્ર ગીર પ્રદેશમાં જોવા મળતા ગજ કેસરી સિંહ માટે જૂનાગઢના ચિત્રકારોએ ગીર ગિરનાર અને ગીર કેસરીના અનોખા સમન્વયસમા ચિત્ર બનાવીને પાંચમાં સિંહ દિવસની ઉજવણી કરી હતી.

celebrate-lion-day
જૂનાગઢમાં ચિત્રકારોએ ગીર ગિરનાર અને ગીર કેસરીના અનોખા સમન્વય સમાં ચિત્ર બનાવીને કરી સિંહ દિવસની ઉજવણી

By

Published : Aug 10, 2020, 7:51 PM IST

જૂનાગઢઃ સમગ્ર વિશ્વમાં 10 ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, કોરોના વાયરસના ખતરાને પગલે આજની ઉજવણી વર્ચ્યુઅલ કરવામાં આવી રહી છે. ત્યારે દરેક સિંહપ્રેમી આજના દિવસે ગીર કેસરીને અનોખી રીતે યાદ કરીને સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારોએ પણ તેમની કલાના કસબથી સિંહ દિવસની ઉજવણી કરી હતી.

જૂનાગઢમાં ચિત્રકારોએ ગીર ગિરનાર અને ગીર કેસરીના અનોખા સમન્વય સમાં ચિત્ર બનાવીને કરી સિંહ દિવસની ઉજવણી

સમગ્ર એશિયામાં અને એકમાત્ર ગીર પ્રદેશમાં જોવા મળતા સિંહ ગીરના હીર તરીકે આજે સમગ્ર વિશ્વમાં જાણીતા અને માનીતા બન્યા છે. ત્યારે જૂનાગઢના ચિત્રકારોએ કલા અને કલરના માધ્યમથી ગીરના હિરને કાગળ પર કંડારીને સોમવારે પાંચમાં સિંહ દિવસની ઉજવણી કરી હતી.

ચિત્રકારોએ ગિર ગિરનાર અને ગીર કેસરીનો અનોખો સમન્વય રચીને વનરાજ જાણે કે મહાદેવને આલિંગન આપવા માટે તલપાપડ હોય તે રીતનું કલાત્મક ચિત્રણ કરીને આજે જંગલના રાજાને યાદ કરીને તેને કાગળ પર કંડારવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢમાં ચિત્રકારોએ ગીર ગિરનાર અને ગીર કેસરીના અનોખા સમન્વય સમાં ચિત્ર બનાવીને કરી સિંહ દિવસની ઉજવણી

સૌકાઓથી ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનો 10 ઓગસ્ટને સોમવારના રોજ સિંહ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આજના દિવસે જંગલ પ્રત્યક્ષ અને સિંહ પરોક્ષ રીતે સામેલ થઈને આજના સિંહ દિવસની ઉજવણીના ભાગ બની રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details