જૂનાગઢઃ મંગળવારથી ગ્રીન ઝોન જૂનાગઢમાં પાન-મસાલા અને તમાકુના વહેચાણને મંજૂરી મળતાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં તમાકુની ખરીદી કરવા માટે વ્યસનીઓએ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી, આ દરમિયાન સામાજિક અંતર જેવી ગંભીર બાબતોનો છેડો ચોક ભંગ જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં પાન મસાલાની દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સની "ઐસી-તૈસી" - Corona virus
મંગળવારથી ગ્રીન ઝોન જૂનાગઢમાં પાન-મસાલા અને તમાકુના વેંચાણને મંજૂરી મળતાં તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં તમાકુની ખરીદી કરવા માટે વ્યસનીઓએ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવી હતી, આ દરમિયાન સામાજિક અંતર જેવી ગંભીર બાબતોનો છેડો ચોક ભંગ જોવા મળ્યો હતો.
અંદાજિત 55 કરતાં વધુ દિવસોથી બંધ રહેલી પાન-મસાલા અને તમાકુની દુકાનો મંગળવારથી શહેરમાં કેટલીક શરતો અને ચોકસાઈ રાખવાના દિશા-નિર્દેશો સાથે શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે મંગળવારે વહેલી સવારે તમાકુના વ્યસનીઓ અને પાન-મસાલાનું વહેચાણ ધરાવતા લોકોએ લાંબી કતારો તમાકુ ખરીદવા માટે લગાવી હતી. લોકો તમાકુની ખરીદી કરવા માટે વહેલી સવારથી જ નીકળી પડ્યા હતા અને તમાકુનો જથ્થાબંધ વેચાણ કરતા દુકાનોની બહાર સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તે પ્રકારના દૃશ્યો સામે આવ્યા હતા. છેલ્લા 55 કરતા વધુ દિવસોથી પાન-મસાલા અને તમાકુનું વેચાણ સદંતર બંધ હતું ત્યારે મંગળવારથી તમાકુનું વેચાણ અને સરકાર દ્વારા કેટલીક શરતોનું પાલન કરવાની સાથે વહેંચવાની મંજૂરી આપી છે ત્યારે તમાકુના વ્યસનીઓ અને પાન-મસાલાની દુકાન ચલાવતા લોકો સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશા નિર્દેશોનું છેડ ચોક ભંગ કરીને પોતાના વ્યસનની સંતુષ્ટિ માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા.