ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં 500 દીપ પ્રજ્વલિત કરી રામમંદિર ભૂમિપૂજનની વધામણી કરી

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થયું છે. ત્યારે દેશભરના લોકો ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ દેશના લોકોને આ ખુશી મળી છે. જૂનાગઢમાં પણ 500 દીપ પ્રજ્વલિત કરીને રામમંદિર ભૂમિપૂજનની વધામણી કરી છે.

જૂનાગઢમાં 500 દીપ પ્રજ્વલિત કરી રામમંદિર ભૂમિપૂજનની વધામણી કરી
Junagadh

By

Published : Aug 5, 2020, 5:23 PM IST

જૂનાગઢ : આજે 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના મંદિરના શિલાન્યાસ પ્રસંગે જૂનાગઢમાં ધાર્મિક આસ્થા સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શહેરના જલારામ મંદિરમાં 500 દીપ પ્રજ્વલિત કરીને અયોધ્યામાં શિલાન્યાસ વિધિના કાર્યક્રમના પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ સાક્ષી બનીને સમગ્ર ધાર્મિક કાર્યક્રમોમાં જૂનાગઢવાસીઓએ સમર્થન જાહેર કર્યું હતું.

રામમંદિર ભૂમિપૂજનની વધામણી કરી

આજે અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્યાતિભવ્ય મહા મંદિરના શિલાન્યાસ વિધિ પ્રસંગે જૂનાગઢમાં પણ ધાર્મિક ભાવના સાથે જલારામ મંદિરમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા 500 જેટલા દીપ પ્રજ્વલિત કરીને અયોધ્યામાં નવનિર્મિત રામચંદ્રજીના મંદિરના તેમનુ સમર્થન પણ આપ્યું હતું.

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થયું છે

શહેરમાં આવેલા જલારામ મંદિરમાં રામ ભક્તો દ્વારા 500 દીપ પ્રજ્વલિત કરાયા હતા. એકસાથે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી પણ કરી હતી. જે પ્રકારને છેલ્લા 500 વર્ષથી અયોધ્યામાં રામ મંદિરને લઈને અનેક અડચણો અને અવરોધ જોવા મળતા હતા, પરંતુ આજે તમામ વિઘ્નોને પાર કરી ને અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસ વિધિ કાર્યક્રમ સંપન્ન થત શિલાન્યાસ વિધિને વધાવવામા આવી હતી.

જૂનાગઢમાં 500 દીપ પ્રજ્વલિત કરી રામમંદિર ભૂમિપૂજનની વધામણી કરી

ABOUT THE AUTHOR

...view details