- જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાકની થઈ રહી છે વિપુલ આવક
- મગફળી અને સોયાબીનના પ્રતિદિન 16,000 કરતાં વધુ કટ્ટાની યાર્ડમાં થઈ રહી છે આવક
- ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીન અને કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો
જૂનાગઢઃ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાક તરીકે મગફળી અને સોયાબીનની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. બંને કૃષિ જણસોના ભરાવાથી માર્કેટિંગ યાર્ડ ધમધમતું જોવા મળી રહ્યું છે. જોકે, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીન અને મગફળીની આવક અને તેના બજાર ભાવમાં પણ સ્પષ્ટ જોઈ શકાય તે પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે મગફળીમાં વધુ વરસાદને કારણે નુકસાન થયું હતું તો બીજી તરફ સોયાબીનનું વાવેતર ઓછું થયું હતું. આ વર્ષે વધુ વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, પરંતુ સોયાબીન અને મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો થવાના કારણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ આવક અને બજાર ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીન અને કપાસના બજાર ભાવમાં નોંધપાત્ર વધારો આ પણ વાંચો-ડાંગરની ટેકાના ભાવે ખરીદી થાય તે માટે APMC અને સહકારી નોડલ એજન્સી તરીકે નીમવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગણી
જૂનાગઢ APMCમાં મગફળી અને સોયાબીનની 16,000 કટ્ટાની આવક થઈ
આ વર્ષે જુનાગઢ APMCમાં પ્રતિદિવસ 8,000 કરતાં વધુ કટ્ટા સોયાબીન અને સાથે 7થી 8 હજાર કટ્ટાની વચ્ચે મગફળીની આવક થઈ રહી છે. સોયાબીનના નીચામાં પ્રતિ 20 કિલોના ભાવ 700થી લઈને ઊંચામાં 1,025 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. બીજી તરફ મગફળીના બજાર ભાવ પણ ગયા વર્ષની સરખામણીએ સારા જોવા મળી રહ્યા છે. પ્રતિ 20 કિલો મગફળીના જેમાં 700થી લઈને ઊંચામાં 1,260 રૂપિયા સુધીના બજાર ભાવ મળી રહ્યા છે. અત્યારે દિવાળીના કારણે ચોમાસુ પાકોનો નવો ઊતારો બજારમાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કૃષિ જણસોની આવક અને તેના બજાર ભાવોમાં પણ આગામી દિવસોમાં વધારો થઈ શકે છે.
જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચોમાસુ પાકની થઈ રહી છે વિપુલ આવક આ પણ વાંચો-જૂનાગઢ APMC ના સત્તાધીશોએ આ વર્ષે પણ મગફળીની બમ્પર ખરીદ- વેચાણની શક્યતાઓ કરી વ્યક્ત
સોયાબીન અને મગફળીના વધેલા બજાર ભાવો પર APMCએ આપી
મગફળી અને સોયાબીનની આવક અને તેના બજાર ભાવોને લઇને જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સચિવ પી. એસ. ગજેરાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીએ મગફળી અને સોયાબીનનો વાવેતર વિસ્તાર વધ્યો છે. સાથે સાથે ખેડૂતોને પ્રતિ વીઘાંદીઠ મગફળી અને સોયાબીનમાં ઉત્પાદન પણ વધી રહ્યું છે. મગફળીમાં 12 મણથી લઈને 20 મણ સુધીનો ઉતારો આવી રહ્યો છે. તો સોયાબીનમાં પણ આજ પ્રકારના ઉતારા જોવા મળી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં કૃષિ જણસોના આવકની સાથે તેના બજાર ભાવમાં પણ વધારો થશે તેવી શક્યતાઓ એપીએમસીના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે.