ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદ - સ્પેશિયલ સ્ટોરી

શુક્રવારના રોજ ગાંધી જયંતી છે, ત્યારે આજના દિવસે સમગ્ર દેશમાં ખાદીની ખુબ ખરીદી થતી જોવા મળશે, પરંતુ કોરોના સંક્રમણ કાળમાં આ વર્ષે ખાદીના માસ્ક બજારમાં આવ્યા છે. ખાદી ફેશન આઇકોન તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઊભરી રહી છે અને તેનો વ્યાપ હવે વિશ્વના સીમાડાઓ સુધી પણ પહોંચી ગયો છે. ત્યારે કોરોનાથી રક્ષણ થાય અને લોકલ ફોર વોકલને પ્રોત્સાહન મળે તેવા આશય સાથે ખાદીના માસ્ક પણ બજારમાં આવ્યા છે. જેને લોકો હોંશે-હોંશે આવકારી પણ રહ્યા છે.

કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદનું માધ્યમ
કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદનું માધ્યમ

By

Published : Oct 2, 2020, 8:33 PM IST

જૂનાગઢઃ વર્ષોથી આજના દિવસે ખાદીની ખરીદી પર વિશેષ વળતર આપવામાં આવે છે. આ વર્ષે પણ તે જોવા મળી રહ્યું છે. ખાદીના કુર્તા અને અન્ય ચીજ વસ્તુ દર વર્ષે ગ્રાહકોની પહેલી પસંદ બનતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં પ્રથમ વખત ખાદીના માસ્કનું વેચાણ પણ જૂનાગઢના ખાદી ભંડારમાં થઈ રહ્યું છે. પ્રથમ વખત બજારમાં આવેલા ખાદીના માસ્કને ગ્રાહકો ખૂબ જ આવકારી રહ્યા છે અને પહેલી ખરીદી કોરોના સામે રક્ષણ થાય તે માટે માસ્કની કરીને ગાંધી જયંતિની ઉજવણી ખાસ અંદાજમાં કરી રહ્યા છે.

કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદનું માધ્યમ

ખાદી અને ગુજરાતને વર્ષો જૂનો સંબંધ છે. વર્તમાન વડા પ્રધાન અને જે તે સમયે ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ ખાદીના પ્રમોશનને લઈને એક નવી રણનીતિ બનાવી હતી, તેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ખાદીથી બનેલા મોદી કુર્તા સ્ટેટસ સિમ્બોલની સાથે આઇકન પણ બની રહ્યા હતા. ત્યારે આ ખાદી આજે સમગ્ર વિશ્વના છેવાડાના દેશો સુધી પહોંચી રહી છે. mekhadi આજે વિશ્વના તમામ દેશોમાં પસંદગીનો પાત્ર બની રહી છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં આવેલા ખાદીના માસ્ક પણ હવે લોકોની પહેલી પસંદ બની રહ્યા છે.

કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદનું માધ્યમ

જૂનાગઢ ખાદી ભંડારમાં 18થી લઈને 25 રૂપિયા સુધીના ખાદીના માસ્ક મળી રહ્યા છે. આ માસ્કની વિશેષતા એ છે કે તેને પહેર્યા પછી શ્વાસ લેવાની કોઇ મુશ્કેલી પડતી નથી. જેને કારણે આ માસ્ક વધુ અનુકૂળ હોય તેવું ગ્રાહકો પણ માની રહ્યા છે. સામાન્ય માસ્કમા શ્વાસોશ્વાસની ક્રિયા અટકી જતી હોય છે. ક્યારેક લોકોને આ માસ્કને ઉતારવાની ફરજ પડે છે. ત્યારે ખાદીનું માસ્ક શ્વાસોશ્વાસની ક્રિયાને બાધીત કર્યા વગર કોરોના સામે સતત રક્ષણ આપી રહ્યું છે, જેથી લોકો ખાદીના માર્ક ખરીદવા પર પોતાની પસંદગી ઉતારી રહ્યા છે.

કોરોના કાળમાં ખાદીના માસ્ક બની રહ્યા છે ગ્રાહકની પહેલી પસંદનું માધ્યમ

ABOUT THE AUTHOR

...view details