- પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું ઉમેદવારની વય મર્યાદાને લઈને અમરેલીમાં નિવેદન
- 60 વર્ષ કે તેથી વધુ વયના નેતાઓ વિધાનસભાની ચૂંટણી લડી શકશે તેવું આપ્યું નિવેદન
- 60 વર્ષની વયમર્યાદા સ્થાનિક સ્વરાજ અને કોર્પોરેશનની ચૂંટણીમાં અમલમાં હતી એવો કર્યો ખુલાસો
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું આશ્વાસન 60 વર્ષથી મોટી વયના નેતાને મળશે વિધાનસભાની ટીકિટ - વિધાનસભાની ચૂંટણી
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે અમરેલી જીલ્લાના રાજુલાની મુલાકાતે હતા આ દરમિયાન તેમણે પક્ષના કાર્યકરોને નેતાને સંબોધતા જણાવ્યું હતું કે 60 વર્ષથી મોટી વયના નેતાઓને વિધાનસભાની ટિકિટો મળશે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષની વય મર્યાદા ઉમેદવારો માટે નક્કી કરવામાં આવી હતી ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારની વયમર્યાદા લાગુ નહીં કરવામાં આવે એવું આશ્વાસન અમરેલીની સભા મંચ પર ચૂંટણી લડવા ઇચ્છતા નેતાઓની વચ્ચે આપતા હાસ્યની સાથે નેતાઓમાં હાશકારો પણ જોવા મળ્યો હતો
અમરેલી: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે હતા રાજુલામાં યોજાયેલી સભામાં સીઆર પાટીલે મંચ પરથી ઉમેદવારોની વયમર્યાદાને લઈને નિવેદન આપ્યું છે નિવેદન આપતાની સાથે મંચ પર ચૂંટણી લડવા ઈચ્છા ધરાવતા નેતાઓ અને ઉમેદવારોમાં હાસ્યની સાથે હાસકારો પણ જોવા મળતો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો માટે 60 વર્ષની વયમર્યાદા ભાજપ દ્વારા નક્કી કરવામાં આવી હતી ત્યારે આ નિયમ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ લાગુ પડી શકે છે તેને લઈને ચૂંટણી લડવા માગતા ઉમેદવારો માં ખૂબ જ ઊંચાટ જોવા મળતો હતો પરંતુ આજે સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે ત્યારબાદ 60 વર્ષથી વધુ વયના ચૂંટણી લડવા માગતા ઉમેદવારોમાં હાશકારો જોવા મળશે