ગુજરાત

gujarat

ETV Bharat / city

એક જ દિવસે શા માટે મહાદેવને અર્પણ કરાય છે કેવડા ફુલનો અભિષેક, શું છે આની પાછળ ધાર્મિક મર્મ

આજે ભાદરમાં સુદ ત્રીજ એટલે કે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ તરીકે પૂજવામાં આવે છે. ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને તેનો પુષ્પ અર્પણ કરવામાં આવે છે. શું છે કેવડાનું મહત્વ અને માતા પાર્વતીને આજના દિવસે મહાદેવ શિવે પતિ થવાનું કેમ આપ્યું હતું વચન આ સાથે જાણીયે સર્વે વ્રતોમાં કેવડા ત્રીજું વ્રત સર્વશ્રેષ્ઠ કેમ ગણવામાં આવે છે તે જાણીયે આ અહેવાલમાં Kevda offer to Mahadeva Bhadrva Sud Teej 2022 Junagadh Hartalika Teej Vrat Importance of Kevda Teej

એકજ દિવસે શા માટે મહાદેવને અર્પણ કરાય છે કેવડા ફુલનો અભિષેક, શું છે આની પાછળ ધાર્મિક મર્મ
એકજ દિવસે શા માટે મહાદેવને અર્પણ કરાય છે કેવડા ફુલનો અભિષેક, શું છે આની પાછળ ધાર્મિક મર્મ

By

Published : Aug 30, 2022, 7:46 AM IST

Updated : Aug 30, 2022, 7:53 AM IST

જૂનાગઢઆજે ભાદરમાં સુદ ત્રીજ એટલે કે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના કેવડા ત્રીજ (Importance of Kevda Teej ) તરીકે પૂજવામાં આવે છે. આજના એક દિવસ માટે મહાદેવ પર કેવડાનો અભિષેક થઈ શકે છે. ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પર કેવડાનું પુષ્પ અર્પણ કરતા મહાદેવ (Kevda offer to Mahadeva) પ્રસન્ન થયા હતા. ત્યારથી વર્ષમાં એક વખત મહાદેવ પર કેવડાનો અભિષેક થાય છે.

કેવડોમહાદેવને શા માટે અર્પણ થાય છેભાદરવા સુદ ત્રીજ (Bhadrva Sud Teej 2022 ) એટલે કે આજે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં કેવડા ત્રીજનો તહેવાર (Kevada festival in Hinduism culture) મનાવવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ભાદરવા સુદ ત્રીજના એકમાત્ર દિવસે મહાદેવને કેવડો અને તેનો પુષ્પ અર્પણ કરવામાં આવે છે. જેને લઈને આ ત્રીજ શિવ ભક્તો માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. શિવપુરાણની રુદ્ર સંહિતાના પાર્વતી ખંડમાં કેવડાનું પુષ્પ અને કેવડાનો અભિષેક (Kevda Flower to Lord Shiva) શિવજી પર માતા પાર્વતીએ ઉગ્ર તપસ્ચર્યા કર્યા બાદ અર્પણ કર્યો હતો. ત્યારબાદ દેવાધીદેવ મહાદેવ માતા પાર્વતીને પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. બીજી ધાર્મિક પરંપરા મુજબ આજના દિવસે મહાદેવની પૂજા કર્યા બાદ માતા પાર્વતીને મહાદેવ દર્શન આપ્યા હતા.

આ પણ વાંચોભાદરવા સુદ આઠમ: ધરો આઠમ વ્રત વિધિ અને કથા

કેવડા ત્રીજનું વ્રતપાર્વતીના પિતા હિમાલયે પાર્વતીની કઠોર તપસ્ચર્યા અને શિવના પ્રસન્ન થયા બાદ આપવામાં આવેલા વચનને કારણે આજના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન કરવા માટેની મંજૂરી પાર્વતીના પિતા હિમાલયે આપી હતી. તે સંદર્ભે લઈને પણ કેવડા ત્રીજનો મહત્વ સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ મહત્વ જોવા મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સુખ અને શાંતિ માટે કેવડા ત્રીજનું વ્રત ( Kevada Thirij Vrat by Married Women) કરે છે. આજના દિવસે કેવડાના ફૂલથી પૂજા થાય છે. નકોરડા ઉપવાસ બાદ મનવાંછિત ફળ મહાદેવ આપતા હોય છે. તેવી ધાર્મિક શ્રદ્ધા પણ જોવા મળે છે.

કેવડા ત્રીજીના વ્રત સાથે કથાનો સંયોગ કેવડા ત્રીજના વ્રત સાથે શિવ પાર્વતીની ધાર્મિક કથા પણ જોડાયેલી છે. દેવ ઋષિ નારાદે માતા પાર્વતીના પિતા હિમાલય પાસે શિવજીની પ્રશંસા કરી હતી, પરંતુ પાર્વતીના લગ્ન માટે વિષ્ણુની પસંદગી કરવામાં આવે તેવી વાત કરી જેને લઇને માતા પાર્વતી ખૂબ દુઃખી થયા હતા. જંગલમાં જઈને માટી માંથી મહાદેવનું શિવલિંગ બનાવી તેની પૂજા કરી જંગલમાંથી મળતા ઝાડનો પણ અભિષેક મહાદેવના માટીમાંથી બનાવવામાં આવેલા શિવલિંગ પર કરાયો હતો. જેમાં કેવડો અને કેવડાનું ફૂલ પણ સામેલ હતા.

ધર્મગ્રંથમાં કેવડા ત્રીજનો ઉલ્લેખ હરિતાલિકા વ્રત મહાદેવ માતા પાર્વતી પર પ્રસન્ન થાય છે અને તેને વરદાન માગવા માટેની આજ્ઞા કરે છે વરદાનમાં માતા પાર્વતીએ મહાદેવ તેમને પતિ સ્વરૂપે મળે તેવું વરદાન માગ્યું હતું. વ્રતરાજ ધર્મગ્રંથમાં કેવડા ત્રીજનો ઉલ્લેખ હરિતાલિકા વ્રત તરીકે પણ કરવામાં આવે છે જેનો મતલબ સખીઓ દ્વારા હરણ કરવામાં આવ્યું છે, તવું માનવામાં આવે છે.

માતા પાર્વતીને આજના દિવસે મહાદેવ શિવે પતિ થવાનું આપ્યું હતું વચનમહાદેવની કઠોર તપસ્ચર્યા અને અભિષેક કર્યા બાદ આજના દિવસે મહાદેવ માતા પાર્વતી પર પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું. માતા પાર્વતીએ તેના પિતા હિમાલયને જણાવ્યું હતું કે હું મનથી શિવને વરી ચૂકી છું. પતિ તરીકે વિષ્ણુને હું ક્યારેય સ્વીકાર નહીં કરી શકું. પાર્વતીની કઠોર આરાધના અને શિવ પ્રત્યે પતિ તત્વનો ભાવ વ્યક્ત કરતા હિમાલય પણ આજના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન માટે મંજૂરી આપી હતી. તેવું સનાતન હિંદુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચોAkshaya Tritiya 2022: સુરતમાં અખાત્રીજમાં લોકોને સોના અને ચાંદની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ

ઈન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે આ વ્રત અંગે મહાદેવ પણ પાર્વતીજીને સમજાવી રહ્યા છે. કેવડા ત્રીજના વ્રતના લઈને મહાદેવ એ પાર્વતીને જણાવ્યું હતું કે, આ વ્રત મારુ સર્વસ્વ છે. જેમાં નક્ષત્રમાં ચંદ્ર ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા પુરાણોમાં મહાભારત વેદોમાં સામવેદ તેમજ ઈન્દ્રિયોમાં મન શ્રેષ્ઠ છે. એમ સર્વે વ્રતોમાં કેવડા ત્રીજું વ્રત સર્વશ્રેષ્ઠ છે ત્યારે કેવડા ત્રીજના દિવસે કોઇપણ શિવભક્ત મારા પર કેવડો અને તેના પુષ્પનો અભિષેક કરશે તો આવા શ્રદ્ધાળુઓની તમામ મનોકામના સિદ્ધ થશે. તેવું માતા પાર્વતી સાથે મહાદેવ કેવડા ત્રીજના મહત્વને થઈને ઉપદેશ આપ્યો હતો.

Last Updated : Aug 30, 2022, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details