ગુજરાત

gujarat

ETV Bharat / city

હું છું જૂનાગઢ કોર્પોરેશનનો વૉર્ડ નંબર 15 આ છે મારી વાત - Junagadh Ward No. 15

જૂનાગઢ મનપાના હું વોર્ડ નંબર 15 છું. જ્યાંરથી જૂનાગઢ મનપાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી આજદિન સુધી મારા આ વૉર્ડની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે, ત્યારે મારા વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ડાયાભાઈ કટારાનું અવસાન થતા એક બેઠક ખાલી પડી છે, જેના પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ત્યારે જૂનાગઢ મનપાના અંતિમ અને સૌથી ઉપેક્ષિત તરીકે મારા આ વોર્ડ નંબર 15 માં પ્રાથમિક સુવિધાઓનો આજે પણ અભાવ જોવા મળે છે. જાહેર શૌચાલય ગરીબ વર્ગો માટે રહેવાની વ્યવસ્થા તેમજ ખુલ્લી ગટર મારી મુખ્ય સમસ્યાઓ છે.

આ વૉર્ડમાં પ્રાથમિક સુવીધાનો અભાવ
આ વૉર્ડમાં પ્રાથમિક સુવીધાનો અભાવ

By

Published : Feb 3, 2021, 10:00 PM IST

  • મનપાના મારા આ વૉર્ડની સૌથી ઉપેક્ષિત વોર્ડ તરીકે થાય છે ગણતરી
  • જાહેર શૌચાલય, સફાઈનો અભાવ જેવી અનેક સમસ્યાઓ છે મારા આ વૉર્ડમાં
  • મારા આ વૉર્ડે જૂનાગઢ મનપાને બે મેયર આપવાનું બહુમાન મેળવ્યુ

જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હું વોર્ડ નંબર 15 છું. ભાજપના ચૂંટાયેલા સભ્ય ડાયાભાઈ કટારાનું અવસાન થતાં મારી એક બેઠક ખાલી પડી છે, જેના પર આગામી 21 ફેબ્રુઆરી અને રવિવારના દિવસે મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, ત્યારે એકમાત્ર બેઠક જીતવા માટે આગામી દિવસોમાં રાજકીય હુંસાતુસી ચરમસીમા પર જોવા મળશે. જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાપના પહેલાથી મારો વૉર્ડ ઉપેક્ષીત વોર્ડ તરીકે વધારે પ્રસિદ્ધ બન્યો છે. મારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આજે પણ લોકો માટે દુષ્કર બની રહી છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણીઓ યોજવા જઇ રહી છે તેને ધ્યાને રાખીને હવે મારા મતદારો પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે સજાગ બન્યા છે અને તેમને મળતી સુવિધાઓ આપવાનુ ઠાલુ નહીં પરંતુ પાકું વચન આપે તેવા વ્યક્તિને જૂનાગઢ મનપામાં કોર્પોરેટર ચૂંટીને મોકલવાનો નિર્ધાર કરાઈ રહ્યો છે.

હું છું જૂનાગઢ કોર્પોરેશનનો વૉર્ડ નંબર 15 આ છે મારી વાત

ભાજપના ચાર કોર્પોરેટર વર્ષો પછી ચૂંટાઈને આવ્યાં

મારા આ વૉર્ડ 15 માં મોટેભાગે મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા પરિવારો સૌથી વધારે જોવા મળે છે, તેને કારણે જ મારા આ વૉર્ડને જૂનાગઢ મનપાના સૌથી ઉપેક્ષિત વોર્ડ તરીકે માનવામાં આવે છે. મે જૂનાગઢ મનપાને બે મેયર આપવાનું બહુમાન પણ મેળવ્યુ છે. મોટે ભાગે કોંગ્રેસના ગઢ સમાન મારો આ વોર્ડ ગત ચૂંટણીમાં ભાજપ તરફથી જોવા મળ્યો હતો અને ભાજપના ચાર કોર્પોરેટર વર્ષો પછી ચૂંટાઈને આવ્યાં હતા. ભૂતકાળમાં અહીંથી ચૂંટાયેલા લાખા પરમાર અને સતીશ વીરડા જૂનાગઢ મનપાના મેયર પદ સુધી પણ પહોંચી ગયા છે તેમ છતાં મારી દુર્દશા આજે પણ અહીના મતદારો વેઠી રહ્યાં છે.

આ વૉર્ડમાં પ્રાથમિક સુવીધાનો અભાવ

મારા આ વૉર્ડમાં શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ જૂનાગઢ મનપાના સત્તાધીશો આપી શક્યા નથી. વોર્ડમાં ખુલ્લી ગટર આજે પણ ચિંતાનો વિષય છે. વોર્ડમાં મોટે ભાગે મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા મતદારો અને પરિવારો જોવા મળે છે. છેલ્લા 25 વર્ષથી મારા વિસ્તારમાં રહેતા લોકો દ્વારા કાચા મકાનોને નિયમિત કરવાને લઈને આંદોલનનો ચલાવવાની ફરજ પડી હતી તેમ છતાં આજ દિન સુધી તેમની આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

આ વૉર્ડમાં પ્રાથમિક સુવીધાનો અભાવ

લોકો ખુલ્લામાં કે જાહેર સ્થળ પર શૌચક્રિયા કરવા માટે મજબુર

મારા વોર્ડમાં સફાઈનો પણ અભાવ જોવા મળે છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ પૈકી શોચાલય જેવી મહત્વના અને અગત્યના પ્રશ્ન પર પણ હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી, જેને કારણે મારો વિસ્તારના મોટા ભાગના લોકો ખુલ્લામાં કે જાહેર સ્થળ પર શૌચક્રિયા કરવા માટે મજબુર બની રહ્યા છે.

હું છું જૂનાગઢ કોર્પોરેશનનો વૉર્ડ નંબર 15 આ છે મારી વાત

ABOUT THE AUTHOR

...view details