- કોરોના સંક્રમણને કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટરો મૂકાયા ચિંતામાં
- કોરોના સંક્રમણની અનેક વ્યાપર-ધંધાઓ પર થઇ અસર
- રાજ્ય સરકાર ટૂર ઓપરેટરોને રાહત પેકેજ આપે તેવી કરાઈ માગ
- ટ્રાવેલ્સની ધંધાર્થીઓ આર્થિક સંકટમાં
જૂનાગઢઃકોરોના સંક્રમણને કારણે ટૂર્સ અને ટ્રાવેલ્સ સંચાલકો મોટી ચિંતામાં મૂકાઈ ગયા છે. પાછલા એક વર્ષ કરતા વધુ સમયથી ટૂર્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગ મરણ પથારી પર જોવા મળી રહ્યો છે. પહેલા તબક્કાના કોરોના સંક્રમણને કારણે ટૂર્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગ મંદ ગતિએ જોવા મળતો હતો. બીજા તબક્કાનું કોરોના સંક્રમણ ટૂર્સ અને ટ્રાવેલ્સ ઉદ્યોગને જાણે કે મરણ પથારી સુધી ખેચી ગયો હોય તેવું ટૂર્સ અને ટ્રાવેલ્સ સંચાલકો માની રહ્યા છે. પાછલા 14 મહિનાથી ટૂરિસ્ટની ગતિવિધિઓ કોરોના સંક્રમણને કારણે સદંતર બંધ થઈ ગયેલી જોવા મળી રહી છે. જેની ખૂબ મોટી નુકસાની આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પડી રહી છે. જેને કારણે ટૂર્સ અને ટ્રાવેલ્સ સંચાલકો રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ કોઈ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી માગ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીને કારણે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકસાન
40 ટ્રીપો જૂનાગઢમાંથી પ્રતિદિન ચાલતી હતી
પાછલા 12 મહિનાથી ટૂર્સ અને ટ્રાવેલ્સનું સંચાલન દિવસેને દિવસે સતત ઘટી રહ્યું છે. એક સમયે જૂનાગઢમાંથી પ્રતિદિન 40 જેટલી ટ્રીપો એક ખાનગી ટૂર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવતી હતી. જે આજે બુધવારે ઘટીને માત્ર ચાર થઈ છે. સૌથી મોટો ઘટાડો ટૂર્સ અને ટ્રાવેલ્સ ઓપરેટરોને સતાવી રહ્યો છે. પહેલા તબક્કાના લોકડાઉનમાં રાજ્ય સરકારે ટૂર ઓપરેટરોના કેટલાક ટેક્સ માફ કર્યા હતા પરંતુ બીજા તબક્કામાં આ પ્રકારની કર માફી હજુ સુધી જોવા મળી નથી તેવુ ટૂર અને ટ્રાવેલ્સ સંચાલકો જણાવી રહ્યા છે,