- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક તણાવને લઈને અપાય છે ઓનલાઈન માર્ગદર્શન
- કોરોના કાળમાં માનસિક તણાવનું પ્રમાણ પણ ઉદ્દભવી રહ્યું છે
- લોકો માનસિક તણાવમાંથી મૂક્ત રહે તે માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજન
- મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપકો સોશિયલ મીડિયા મારફતે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે
જૂનાગઢ : કોરોના કાળ વચ્ચે માનસિક તણાવની જેવી માનસિક બીમારી પણ ધીમે ધીમે માથું ઉંચકી રહી છે. જો માનસિક તણાવ પર સમય રહેતા કાબૂ ન મેળવવામાં આવે, તો તે ખૂબ જ ગંભીરરૂપ ધારણ કરી શકે છે. જેને ધ્યાને રાખીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક તણાવમાંથી કઈ રીતે મુક્તિ મળે, તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન માર્ગદર્શન પરિસંવાદનો સતત આયોજન થઈ રહ્યું છે. જેમાં યુનિવર્સિટીમાં કામ કરતા માનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા લોકોને સતત માનસિક તણાવમાંથી મુક્ત રહેવાનું માર્ગદર્શન આપી રહ્યા છે.
કોરોના સંક્રમણ વચ્ચે માનસિક તણાવમાંથી મુક્તિ કેવી રીતે મેળવશો? આ પણ વાંચો -અમદાવાદના વિખ્યાત મનોવૈજ્ઞાનિક પ્રશાંત ભીમાણી સાથે કોરોના મુદ્દે ETV ભારતની ખાસ વાતચીત
કોરોના કાળમાં બાળકો મહિલાઓ અને વૃદ્ધો માનસિક તણાવમાં વધુ સપડાય છે
કોરોના કાળમાં માનસિક તણાવમાં ખાસ કરીને મહિલાઓ વૃદ્ધો અને બાળકો વિશેષ સપડાતા જોવા મળે છે. મહિલા પોતાના પરિવારને લઈને ખૂબ જ ચિંતિત હોય છે, ખાસ કરીને તેમના બાળક પ્રત્યે તેઓ વધારે ચિંતાગ્રસ્ત જોવા મળે છે, ત્યારે પરિવારમાંથી કોઇ પણ વ્યક્તિને કોરોના સંક્રમણ થાય તો આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણથી બાળકોનો કઈ રીતે બચાવ કરી શકાય, તેમજ સંક્રમિત બાળકોને ફરી પાછૂં સ્વસ્થ કઈ રીતે કરી શકાય, તેવા અનેક પ્રશ્નોને લઈને માનસિક રીતે ગડમથલ ચાલતી હોય છે. વૃદ્ધો પણ પોતાના પરિવારને કોરોનાનું સંક્રમણ ન લાગે તેને લઈને સતત માનસિક પરિતાપમાં જોવા મળતા હોય છે. જેના કારણે કેટલાક વડીલો અનિદ્રાનો શિકાર પણ બની જતા હોય છે, તો યુવાનો પોતાની રોજગારી અને અભ્યાસને લઈને વધુ ચિંતિત બની રહ્યા છે. જેના કારણે માનસિક તણાવ ઉત્પન્ન થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક લોકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળે, તે માટેના પરિસંવાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત થઇ રહ્યા છે. જેમાં મનોવિજ્ઞાનના અધ્યાપકો શામેલ થઈને પ્રત્યેક લોકોના પ્રશ્ને સાંભળીને તેનું નિરાકરણ કરી રહ્યા છે.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા માનસિક તાણને લઈને પૂરું પડાઇ રહ્યું છે ઓનલાઈન માર્ગદર્શન આ પણ વાંચો