જૂનાગઢઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે મહિલાઓને સન્માનિત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્રહ્માનંદ વિદ્યામંદિર દ્વારા મહિલા વિજ્ઞાન સેલની રચના કરવામાં આવી છે. જેમાં શહેરની ઘણી બધી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી અને આ મહિલાઓ રસોડાના વિજ્ઞાન અને દરેક સમાજના લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોપવામાં આવી હતી. રસોડાનું વિજ્ઞાન સામાન્ય રોગો પર કાબૂ મેળવવા માટે પૂરતું અને સક્ષમ છે, માટે આ પ્રકારની જવાબદારીઓ આ મહિલાઓને સોંપવામાં આવી હતી અને એક વર્ષ બાદ સફળ કામગીરી કરનારી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.
#HappyWomensDay: મહિલા દિવસ નિમિત્તે વૈજ્ઞાનીક ક્ષેત્રમાં જાગૃતિ લાવનારી મહિલાનુ સન્માન કરાયું - જૂનાગઢના તાજા સમાચાર
લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા મહિલા દિન નિમિત્તે વિજ્ઞાનના ક્ષેત્રમાં લોકજાગૃતિ લાવનારી કેટલીક મહિલાઓને બ્રહ્માનંદ વિદ્યામંદિરમા ડૉ.ગિજુભાઇ ભરાડ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી

બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા આજે મહિલાઓને નારી રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણવિદ ગીજુ ભરાડના હસ્તે તમામ મહિલાઓને વિશિષ્ટ યોગદાન માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .
આ અંગે ગીજુભાઈએ જણાવ્યું હતું કે, રસોડાનું વિજ્ઞાન હવે આપણી દૈનિક જરૂરિયાત બની ચૂક્યું છે અને તેનો પ્રચાર અને પ્રસાર રસોડામાં રહેતી અને કામ કરતી દરેક મહિલાઓ કરવા સમર્થ છે. જેથી એક વર્ષ અગાઉ જે પણ મહિલાઓને આ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી, તે મહિલાઓએ તેમની જવાબદારી સફળતાપૂર્વક પાર કરી છે. જેના માટે આજે તેમને નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.