ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં રંગબેરંગી ધૂળેટીની ઉજવણી, નાનાથી લઈને મોટેરાઓએ છાટ્યો એકબીજા પર અબીલ-ગુલાલ

રંગોનો તહેવાર ધૂળેટીની જૂનાગઢમાં ભારે રંગોની છોળો વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી ધૂળેટીને લઈને સમગ્ર જૂનાગઢ શહેર વિવિધ કલરોની છોળોથી રંગાતુ જોવા મળી રહ્યું છે.

જૂનાગઢમાં રંગબેરંગી ધૂળેટીની ઉજવણી
જૂનાગઢમાં રંગબેરંગી ધૂળેટીની ઉજવણી

By

Published : Mar 10, 2020, 2:27 PM IST

Updated : Mar 10, 2020, 3:19 PM IST

જૂનાગઢઃ રંગોના તહેવાર ધૂળેટીની જૂનાગઢમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢ શહેર જાણે કે રંગબેરંગી કલરથી આચ્છાદીત થતું હોય તેવો માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો.

જૂનાગઢમાં રંગબેરંગી ધૂળેટીની ઉજવણી

લોકો એકબીજાને રંગબેરંગી કલરથી રંગીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવતા હતાં. આજના દિવસને રંગોના પર્વની સાથે પ્રેમના પર્વ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્ષ દરમિયાન થયેલા કોઈપણ નાના-મોટા મન દુઃખનું સમાધાન આજના દિવસે થતું હોય તેવું આપણી પ્રાચીન પરંપરાઓમાં પણ જોવા મળે છે.

આજના દિવસે સૌ કોઈ એકબીજા પ્રત્યે તિરસ્કારની ભાવના ત્યજીને સૌ કોઈ એક બીજા પર કલર લગાવીને ગળે મળીને વર્ષ દરમિયાન થયેલા નાના મોટા મતભેદ ભૂલી જાય છે.

Last Updated : Mar 10, 2020, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details