ગુજરાત

gujarat

ETV Bharat / city

Holashtak 2022 : આજથી હોળાષ્ટકનો પ્રારંભ, સપ્તાહ સુધી તમામ શુભ કાર્યો અટકશે - Holashtak starts tomorrow at noon on Wednesday

આજે (બુધવારે) બપોરના સમયે હોળાષ્ટક (Holashtak 2022) પ્રારંભ થવા જઇ રહ્યાં છે. હોળાષ્ટક 18મી તારીખે શુક્રવારના દિવસે બપોરે પૂર્ણ થશે. જોકે લોકો સાંજે હોળી પ્રગટ્યે હોળીના દર્શન કરી હોળાષ્ટક પૂર્ણ થયાનું માનતાં હોય છે.

Holashtak 2022 : 9 માર્ચથી હોળાષ્ટક શરુ, સપ્તાહ સુધી તમામ શુભ કાર્યો પર લાગશે બ્રેક
Holashtak 2022 : 9 માર્ચથી હોળાષ્ટક શરુ, સપ્તાહ સુધી તમામ શુભ કાર્યો પર લાગશે બ્રેક

By

Published : Mar 8, 2022, 5:25 PM IST

Updated : Mar 9, 2022, 1:07 PM IST

જૂનાગઢઃ આજે તારીખ 9 માર્ચ 2022 ના દિવસથી પ્રારંભ થતાં હોળાષ્ટકને (Holashtak 2022) લઈને તમામ પ્રકારના શુભ કાર્યો પર આઠ દિવસ સુધી બ્રેક લાગતી જોવા મળશે. હિંદુ ધર્મ કેલેન્ડરમાં ધનારક મીનારક બાદ હોળાષ્ટકમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવાને લઈને ધાર્મિક પ્રતિબંધ જોવા મળે છે. આ ત્રણેય કમુરતાના સમયમાં હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતો પ્રત્યેક આસ્તિક શુભ ધાર્મિક અને માંગલિક કાર્યો કરતો જોવા મળતો નથી.

18 તારીખે ઉતરશે હોળાષ્ટક

આજથી (બુધવારે) (Holashtak starts tomorrow at noon on Wednesday )લઇ આગામી 18 તારીખ શુક્રવારના બપોરના સમયે હોળાષ્ટક પૂર્ણ થશે. ત્યારે ફરી એક વખત આઠ દિવસના વિરામ બાદ ધાર્મિક શુભ અને માંગલિક કાર્યની શરૂઆત થશે. હોળાષ્કના આઠ દિવસના સમયગાળાને ધાર્મિક અને માંગલિક દ્રષ્ટિએ તેને અશુભ માનવામાં આવે છે. તેથી હોળાષ્કના આઠ દિવસ દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક સામાજિક શુભ અને માંગલિક કાર્યો બંધ રહેતા જોવા મળે છે.

આ પણ વાંચોઃ આજથી હોળાષ્ટકનો પ્રારંભ, ધુળેટી પછી શરૂ થશે શુભકાર્યો

હોળાષ્ટક સાથે જોડાયેલી છે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદની ધાર્મિક કથા

હોળાષ્ટકના સમય દરમિયાન ભગવાન શ્રીહરિ વિષ્ણુના પરમ ભક્ત એવા પ્રહલાદની ( Bhakt Prahlad ) કથા જોડાયેલી છે. રાજા હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદ ભગવાન શ્રી હરિનો પરમ ભક્ત હોવાનું ધાર્મિક ગ્રંથોમાં અને પ્રાચીન પરંપરાઓમાં જવા મળે છે. પ્રહલાદનું ભગવાન શ્રીહરિનું સ્મરણ તેના પિતા અને રાજા હિરણ્યકશ્યપને આંખમાં કણાની જેમ ખુંચતું હતું જેથી તેમણે પ્રહલાદને આઠ દિવસ દરમિયાન ખૂબ જ સારીરીક અને માનસિક યાતનાઓ આપી અને અંતે હોલિકાના દિવસે તેની બહેનને પ્રહલાદ સાથે આગમાં ભસ્મીભૂત કરવાની ચેષ્ટા પણ કરી હતી.

હોલિકા ભસ્મીભૂત થઇ ગઇ

ભક્ત પ્રહલાદની ભગવાન શ્રીહરિએ પ્રહલાદની રક્ષા કરી અને હોલિકા આગમાં ભસ્મીભૂત (Holikadahan 2022) થઈ ગઈ. ત્યારથી હોલિકાના આઠ દિવસ પૂર્વેથી હોળાષ્ટકનો સમયગાળો માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન પ્રહલાદ પર હિરણ્યકશ્યપે જે યાતનાઓ અને અત્યાચારો કર્યા હતાં તેને અશુભ માનીને આજે પણ હોળાષ્ટકના (Holashtak 2022) આઠ દિવસો દરમિયાન તમામ પ્રકારના ધાર્મિક માંગલિક અને શુભ કાર્યો કરવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Dakor Temple Faguni Melo News : ધામધૂમથી યોજાશે ડાકોરના ઠાકોરનો ફાગણી પૂનમનો મેળો, જાણો વિગતો

Last Updated : Mar 9, 2022, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details