ગુજરાત

gujarat

ETV Bharat / city

Hindu Muslim Unity in Junagadh: જૂનાગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કઈ રીતે જૂઓ - સુખનાથ ચોકમાં બાળક ગુમ

જૂનાગઢમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું (Hindu Muslim Unity in Junagadh) પાડ્યું છે. શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં માતાપિતાથી 4થી 5 વર્ષનું એક બાળક વિખુટું પડી (Missing child in Sukhnath Chowk) ગયું હતું. જોકે, અત્યારે મોહસીન શેખ અને અન્ય યુવાનો આ બાળકને સાચવી રહ્યું છે.

Hindu Muslim Unity in Junagadh: જૂનાગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કઈ રીતે જૂઓ
Hindu Muslim Unity in Junagadh: જૂનાગઢમાં મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, કઈ રીતે જૂઓ

By

Published : Apr 8, 2022, 8:54 AM IST

જૂનાગઢઃ શહેરના એક મુસ્લિમ યુવકે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું (Hindu Muslim Unity in Junagadh) પાડ્યું છે. અહીં સુખનાથ ચોક વિસ્તારમાં (Missing child in Sukhnath Chowk) 4થી 5 વર્ષનું એક બાળક માતાપિતાથી વિખુટું પડી ગયું હતું. આ બાળક મોહસીન શેખ નામના યુવકને મળ્યું હતું. ત્યારથી જ તે આ બાળકની સંભાળ રાખી રહ્યો છે.

આ પણ વાંચો-Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ

પોલીસે બાળકના માતાપિતાની શોધ શરૂ કરી -2 દિવસથી મળી આવેલું બાળક આજે સુખનાથ ચોક વિસ્તારમાં (Missing child in Sukhnath Chowk) જોવા મળે છે, જેની તમામ દરકાર અને સારસંભાળ મોહસીન શેખ અને કેટલાક યુવાનો કરી રહ્યા છે. આ બાળક કઈ રીતે અહીંયા પહોંચ્યું અને માતાપિતાથી કે પરિવારથી કઈ રીતે વિખૂટું પડી ગયું છે. તે અંગે પોલીસે પણ સોશિયલ મીડિયાના મારફતે મયૂર નામના બાળકના માતાપિતા અને તેના પરિવાર સુધી પહોંચવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જૂનાગઢ એ ડિવીઝન પોલીસ તપાસમાં લાગી છે.

આ પણ વાંચો-Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

ધાર્મિક કટ્ટરતાની જૂનાગઢમાં જોવા મળી હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ-આ રીતે જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ એકતાની (Hindu Muslim Unity in Jamnagar) મિશાલ કાયમ થતી જોવા મળે છે. સુખનાથ ચોક વિસ્તારમાં (Missing child in Sukhnath Chowk) રહેતા અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતા મોહસીન શેખ અને આ વિસ્તારના કેટલાક યુવાનો મયુર નામના હિન્દુ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે. આ રીતે હિન્દુ મુસ્લિમ એકતાની (Hindu Muslim Unity in Junagadh ) જ્યોત પણ વધુ પ્રજ્વલિત થઈ રહી છે. અચાનક માતાપિતા કે પરિવારથી વિખૂટું પડેલું બાળક આજે અજાણ્યા વિસ્તાર અને લોકોની વચ્ચે પણ ખૂબ સુરક્ષિત જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details