ગુજરાત

gujarat

ETV Bharat / city

મુસલમાન ગણપતિના પુજારી, તો હિન્દુ બન્યા દર્શનાર્થી - હિન્દૂ મુસ્લિમ એકતા કમીટી જૂનાગઢ

જૂનાગઢમાં ગાંધી ચોકમાં હિન્દુ મુસ્લિમ ઓટો અને ટેક્સી યુનિયનના હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દ્વારા શહેરના ઇતિહાસમાં પહેલી વખત ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવા આવ્યું હતું. આ વિચારધારા પાછળ તમામ ધર્મ પ્રત્યે સમભાવના જળવાય રહે તેમજ બન્ને ધર્મના લોકો એક સાથે તહેવારો ઉજવે એવી સર્વધર્મ ભાવના જળવાય રહે. તેવો ઉત્તમ વિચાર આ યુનિયન દ્વારા ઝળકી ઉઠ્યો હતો. Ganesh Idol Sthapna Hindu Muslim Auto Taxi Union Ganesh Chaturthi 2022

જૂનાગઢના આ યુનિયને ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરી કોમી એકતાના કરાવ્યા દર્શન
જૂનાગઢના આ યુનિયને ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરી કોમી એકતાના કરાવ્યા દર્શન

By

Published : Sep 1, 2022, 5:50 PM IST

Updated : Sep 1, 2022, 6:07 PM IST

જૂનાગઢશહેરના ગાંધી ચોક સ્થિત હિન્દુ મુસ્લિમ ઓટો અને ટેક્સી યુનિયનના હિન્દુ મુસ્લિમ એકતા કમિટી (Hindu Muslim Auto and Taxi Union Junagadh) દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત ગણપતિની (Ganesh Chaturthi 2022) પ્રતિમાનુ સ્થાપન કર્યું હતું. આ પ્રતિમાની સ્થાપના પાછળ તમામ ધર્મનો સાર એક જ છે. તમામ ધર્મ એકબીજા સાથે પૂરક (All religions complement each other) રીતે જોડાયેલા છે. તેવી સર્વધર્મ સમભાવના (Sarva Dharma Sambhav) લોકોની વચ્ચે પ્રસ્થાપિત થાય. તે માટે ગણપતિની પ્રતિમાનુ સ્થાપન (Ganesh Idol Sthapna Hindu Muslim Auto Taxi Union) કરવામાં આવ્યું હતું.

જૂનાગઢના ગાંધીચોક સ્થિત હિન્દુ મુસ્લિમ એકતા રીક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવ ગણપતિ મહારાજની પ્રતિમાનુ સ્થાપન કર્યું છે

દુંદાળા દેવની પ્રતિમાનુ સ્થાપનજૂનાગઢના ગાંધી ચોક સ્થિત (Gandhichowk area of Junagadh) હિન્દુ મુસ્લિમ એકતા રિક્ષા અને ટેક્સી યુનિયનના હિન્દુ મુસ્લિમ એકતા કમિટી(Hindu Muslim Unity Committee Junagadh) દ્વારા સર્વધર્મ સમભાવનો વિચાર પ્રસિદ્ધ થયો છે. જેમાં આ વર્ષે પ્રથમ વખત ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવ ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગણપતિ પ્રતિમાનુ સ્થાપન માટેનો ટેક્સી અને રિક્ષા યુનિયનના આ વિચાર આવકારદાયક છે. વર્તમાન સમયમાં ધર્મને લઈને લોકો વચ્ચે વૈમનસ્ય વધતું જાય છે.

આ પણ વાંચોશીખો : નાતજાતના ભેદભાવથી દૂર હિન્દુ મુસ્લિમ એકતાની દશક જૂની દુકાન

સર્વ ધર્મ સમભાવનો સંદેશો કોઈપણ પરિસ્થિતિમાં પ્રત્યેક ભારતવાસીઓ તમામ ધર્મનો આદર, માન અને સન્માન કરે તેમજ ધાર્મિક ભાઈચારા થકી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને (Religious and Cultural Traditions of India) વધુ મજબૂત બનાવવા માટે આગળ આવે. તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જૂનાગઢમાં પ્રથમ વખત ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું. હવે દર વર્ષે ગાંધી ચોક સ્થિત હિન્દુ મુસ્લિમ રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરના એસોસિએશન (Junagadh Rickshaw and Taxi Drivers Association) દ્વારા ગણપતિ મહારાજની પ્રતિમાનું સ્થાપનથી લોકોને સર્વ ધર્મ સમભાવનો સંદેશો મળે. તે માટે પ્રતિ વર્ષ કરવામાં આવશે.

ગણપતિ પંડાલમાં પ્રસાદની વ્યવસ્થા પણ મુસ્લિમ રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા કરવામાં આવી રહી છે

હિન્દુ મુસ્લિમ યુવાનો એક સાથે પૂજનહિન્દુ મુસ્લિમ એકતા રિક્ષા અને ટેક્સી યુનિયન દ્વારા સ્થાપવામાં આવેલી ગણપતિની પ્રતિમાનું હિન્દુ મુસ્લિમ યુવાનો એક સાથે પૂજન કર્યું હતું. ત્યારબાદ દુંદાળા દેવની આરતી હિન્દુ અને મુસ્લિમના યુવાનો એક સાથે મળીને કરી હતી. ગણપતિ પંડાલમાં પ્રસાદની વ્યવસ્થા(Arrangement of Prasad Ganapati Pandal at Gandhi Chowk) પણ મુસ્લિમ રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઅમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી

હિંદુ મુસ્લિમ ધર્મના તહેવારો સાથે ઉજવે આગામી પાંચ દિવસ સુધી ગણપતિ પંડાલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં પણ મુસ્લિમ યુવાનો દ્વારા તેમનું યોગદાન આપવામાં આવી રહ્યું છે. ભારતની પ્રાચીન હિન્દુ મુસ્લિમ એકતાની પરંપરા આજે સમગ્ર વિશ્વના દેશો માટે એક આદર્શ બની રહી છે, ત્યારે લોકો ધાર્મિક સદભાવના સાથે જોડાઈને તમામ ધર્મોનું માન અને સન્માન જાળવે. સૌ સાથે મળીને હિંદુ મુસ્લિમ ધર્મના તહેવારો (Hindu Muslim Religion Festivals) એક સાથે ઉજવે અને ભારતના ભાઈચારાની મિશાલ સમગ્ર વિશ્વમાં બુલંદ થાય તેવા ઉદ્દેશ્યથી આ વર્ષે ગણપતિની પ્રતિમાનુ સ્થાપન કરવામાં આવ્યું હતું.

Last Updated : Sep 1, 2022, 6:07 PM IST

ABOUT THE AUTHOR

...view details