ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રવાદના પ્રચૂર પ્રચારની વચ્ચે જૂનાગઢમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે સેવાઈ રહી છે બેદરકારી - ડૉ. ચેતન ત્રિવેદી નરસિંહ મહેતા યુનિવર્સિટી

આજે સમગ્ર રાજ્યમાં હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજથી ચાર વર્ષ પહેલા જૂનાગઢમાં સ્થાપવામાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હજુ સુધી હિન્દી ભવન કાર્યરત થતું જોવા મળતું નથી. માત્ર હિન્દી જ નહીં ગુજરાતની માતૃભાષા ગુજરાતી અને દેવભાષા સંસ્કૃતના ભવનો પણ જોવા મળતા નથી.

Junagadh
રાષ્ટ્રવાદના પ્રચૂર પ્રચારની વચ્ચે જૂનાગઢમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે સેવાઈ રહી છે બેદરકારી

By

Published : Sep 14, 2020, 10:56 AM IST

જૂનાગઢ: આજે સમગ્ર રાષ્ટ્રમાં હિન્દી દિવસની ઉજવણી થઈ રહી છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રની કોઈ એક રાષ્ટ્રભાષા હોવી જોઈએ, તેને લઈને ગહન ચર્ચા અને વિચારણા બાદ હિન્દીને 14મી સપ્ટેમ્બર 1949માં રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારથી હિન્દી ભારતની રાષ્ટ્રભાષા તરીકે ભારત સિવાયના અન્ય દેશોમાં પણ બોલાઇ રહી છે. હિન્દી એટલે સુધી મજબૂત બની શકે ગુગલ સહિત કેટલાક શબ્દકોશોમાં હિન્દીના શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બતાવી આપે છે કે, હિન્દી વિશ્વના સીમાડા વટાવીને ગુગલ સુધી પહોંચતી જોવા મળી રહી છે. આવા સમયમાં જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હિન્દી ભવન હજુ સુધી કાર્યરત થતું જોવા મળતું નથી.

રાષ્ટ્રવાદના પ્રચૂર પ્રચારની વચ્ચે જૂનાગઢમાં રાષ્ટ્ર ભાષા પ્રત્યે સેવાઈ રહી છે બેદરકારી

આજથી ચારેક વર્ષ અગાઉ જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં આજે કેમેસ્ટ્રી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, કોમર્સ, અંગ્રેજી અને મેનેજમેન્ટ જેવા વિષયોના ભવનો કાર્યરત થઇ ચૂક્યા છે. પરંતુ હિન્દીની સાથે ગુજરાતની માતૃભાષા ગુજરાતી અને દેવ ભાષા સંસ્કૃતના ભવનો હજુ સુધી કાર્યરત બન્યા નથી. એક તરફ રાષ્ટ્રવાદની વાતો ચાલી રહી છે, તેના થકી રાષ્ટ્રના નવનિર્માણનું આંદોલન પણ શરૂ થઇ ચૂક્યું છે. આવા સમયે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ રાષ્ટ્રવાદને આધારે અમલમાં લાવવા જઈ રહી છે. પરંતુ આ તમામ વિચારનો અમલ ભાષા દ્વારા થતો હોય છે, ત્યારે રાષ્ટ્ર ભાષા પ્રત્યે જો સમય રહેતા યોગ્ય નિર્ણય કરવામાં આવે તો રાષ્ટ્ર નિર્માણમાં રાષ્ટ્રવાદનો નવો સંદેશો લઈને રાષ્ટ્રભાષા જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details