જૂનાગઢશહેરની શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરતી બાળકીઓ અને કિશોરીઓના હિમોગ્લોબીન ટેસ્ટ (hemoglobin level test) કરાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ચિંતાજનક (hemoglobin levels in female) જોવા મળ્યું હતું. અહીં 10 ટકાની આસપાસ બાળકી અને કિશોરીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ (hemoglobin levels in female) તેની જરૂરી માત્રા કરતા નીચું જોવા મળતા ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
તંદુરસ્તી માટે હિમોગ્લોબિનનું સ્તર મહત્વનું બાળકી અને કિશોરીઓના લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ (hemoglobin levels in female) જાળવી રાખવું ખૂબ મહત્વનું છે. કોઈ પણ બાળકી કે કિશોરીના વિકાસ અને તેની શારીરિક તંદુરસ્તી માટે હિમોગ્લોબિનનું નિર્ધારિત પ્રમાણ ચોક્કસ માત્રામાં હોવું જોઈએ, પરંતુ 10 ટકા જેટલી વિદ્યાર્થીઓમાં તેનું પ્રમાણ ચિંતાજનક રીતે નીચું જોવા મળ્યું હતું.
મેગા તપાસ કેમ્પ યોજાયો શહેર ભાજપ ડોક્ટર સેલ (Junagadh City BJP Doctor Cell) દ્વારા જુનાગઢ શહેરની શાળા અને કૉલેજોમાં અભ્યાસ કરતી બાળકી અને કિશોરીઓના લોહીમાં હિમોગ્લોબીનનું પ્રમાણ કેટલું છે. તેનો ખાસ મેગા તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તે દરમિયાન જૂનાગઢ શહેરની શાળા અને કૉલેજોની 3,000 વિદ્યાર્થિનીઓનો લોહીમાં હિમોગ્લોબિનના પ્રમાણનો ટેસ્ટ (hemoglobin level test) કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ ચિંતાજનક કહી શકાય. તે પ્રકારે 300 જેટલી વિદ્યાર્થીનીઓના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ તબીબી માત્ર અનુસાર ચિંતાજનક રીતે નીચું જોવા મળ્યું હતું.