ગુજરાત

gujarat

ETV Bharat / city

મહાશિવરાત્રી મેળામાં હેલ્મેટ બાબા બન્યા આકર્ષણનું કેન્દ્ર - હેલ્મેટ બાબા

ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે. જેમાં નાગા સન્યાસીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા રહ્યાં છે. આ વર્ષે હેલ્મેટ બાબાએ મહાશિવરાત્રી મેળામાં આકર્ષણ ઉભું કર્યું છે.

Junagadh news
Junagadh news

By

Published : Mar 11, 2021, 4:37 PM IST

  • મહાશિવરાત્રી મેળામાં હેલ્મેટ બાબાએ ઊભું કર્યું અનોખું આકર્ષણ
  • કોરોનાથી રક્ષણ મેળવવા માટે બાબાએ સોધી કાઢ્યો અનોખો ઉપાય
  • કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા બાબાએ પહેર્યુ હેલ્મેટ

જૂનાગઢ: ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થયું છે. જેમા નાગા સંન્યાસીઓ આકર્ષણનો કેન્દ્ર બનતા રહ્યા છે. પરંતુ આ વર્ષે ભવનાથના મહાશિવરાત્રી મેળામાં હેલ્મેટ બાબાએ દર્શન દીધા છે. સંન્યાસી સમગ્ર મેળામાં હેલ્મેટ પહેરીને ફરી રહ્યા છે. તેમનું માનવું છે કે હેલ્મેટ પહેરવાથી કોરોનાનું સંક્રમણ દૂર હટી શકે છે માટે તેઓ હેલ્મેટ પહેરીને શિવરાત્રીના મેળામાં પરિભ્રમણ કરી રહ્યા છે. આ સંન્યાસીએ નાગા સંન્યાસીની જેમ જ આકર્ષણ ઉભું કર્યું છે અને હેલ્મેટ બાબાને જોઈને મેળામાં રહેલા સાધુ સંન્યાસીઓ અને મેળો જોવા આવેલા ભક્તો પણ હેલ્મેટ બાબાને જોઈને એક વખત વિચારતા થઈ જાય છે.

ભૂતકાળમાં ગોલ્ડન બાબાએ આકર્ષણ ઉભુ કર્યુ હતુ

મહાશિવરાત્રી મેળામાં નાગા સંન્યાસીઓની સાથે ગોલ્ડન બાબા પણ ભૂતકાળમાં આકર્ષણ ઉભુ કરવામાં સફળ રહ્યા હતા, ત્યારે આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સંન્યાસીએ હેલ્મેટને સહારો બનાવ્યો છે. તે હેલ્મેટ પહેરીને સમગ્ર મેળામાં જોવા મળી રહ્યા છે. ભવનાથની તળેટીમાં શિવરાત્રીના મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નાગા સંન્યાસીઓ જ બની રહ્યા છે. પરંતુ દર વર્ષે આ પ્રકારે નવા વેશ ધારણ કરીને આવતા સંન્યાસીઓ પણ મેળામાં એક અલગ ઓળખાણ અને માહોલ ઉભો કરવામાં સફળ રહ્યા છે. આ વર્ષે હેલ્મેટ બાબા આકર્ષણ ઊભું કરીને લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે પણ માહિતગાર કરી રહ્યા છે.

આ પણ વાંચો :ભવનાથની ગિરિ તળેટીમાં શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું જોવા મળે છે ખાસ મહત્વ

ABOUT THE AUTHOR

...view details